ખબર

દીકરીના લગ્ન સાદાઈથી કરીને એ પૈસાથી 90 ગરીબ પરિવારોને ભેટમાં આપ્યા મકાન, કેટલી સલામ?

ભારતમાં લગ્નમાં ભવ્ય આયોજન કરવાની પ્રથા ચાલી આવે છે, એ માટે દીકરીના જન્મ લેતા જ દીકરીના લગ્ન માટે તેના માતાપિતા રૂપિયા-પૈસા ભેગા કરવા લાગે છે અને વસ્તુઓ ભેગી કરવા લાગે છે. પણ હવે સમય બદલાયો છે. કેટલાક માતાપિતાએ હવે ભવ્ય આયોજનને બદલે દીકરીના લગ્ન સાદાઈથી કરાવવાનું શરુ કરી લીધું છે.

Image Source

મહારાષ્ટ્રના ઔરંગાબાદમાં રહેતા ઉદ્યોગપતિ મનોજ મુનોતે પણ પોતાની દીકરી શ્રેયાના લગ્ન માટે પૈસા ભેગા કર્યા હતા. અને પછી આ બધા જ પૈસા એક ભવ્ય આયોજન કરવાને બદલે એક ખૂબ જ સારું સમાજ માટે ઉદાહરણ પૂરું પાડતું કામ કર્યું છે.

Image Source

મનોજ મુનોતે પણ પોતાની દીકરી શ્રેયાના લગ્ન પર ખર્ચ કરવા માટેના પૈસાથી 90 ગરીબ પરિવારોને ઘર બનાવીને આપ્યા. મનોજે પહેલા પોતાની દીકરીના લગ્ન પર 70થી 80 લાખ રૂપિયા ખર્ચો કરવાનું વિચાર્યું હતું. પરંતુ એ પછી એક મિત્રની સલાહ પર લગ્નમાં ખોટો ખર્ચ કરવાને બદલે ગરીબ લોકો માટે ઘર બનાવવાનો નિર્ણય કર્યો અને પોતાની દીકરીના લગ્ન ખૂબ જ સાદાઈથી કર્યા.

Image Source

મનોજે લાસુર સ્થિત પોતાની 60 એકર જમીનમાંથી 2 એકર જમીન પર બેઘર લોકો માટે એક કોલોની તૈયાર કરી. પોતાના પિતાના આ કાર્ય પર પોતાની ખુશી વ્યક્ત કરતા શ્રેયાએ કહ્યું કે એ પોતાના પિતાના નિર્ણયથી ખૂબ જ ખુશ છે અને આ લગ્નની એક શ્રેષ્ઠ ભેટ છે.

Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.