‘બજારમાં નવી છોકરી આવી છે, આવી જાઓ’, સુરતમાં વેપારી 50 લાખમાં લૂંટાયો, જાણો સમગ્ર મામલો

ગુજરાતમાંથી ઘણીવાર હનીટ્રેપના કિસ્સા સામે ઘણીવાર આવે છે, જેમાં કેટલીક ટોળકીઓ દ્વારા યુવકો કે વેપારીઓ અથવા આધેડને ફસાવવામાં આવે છે અને પછી તેમને બ્લેકમેઇલ કરી પૈસા પડાવવામાં આવે છે. ત્યારે હાલમાં સુરતના વેસુમાંથી હનીટ્રેપનો કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક ટોળકીએ કાપડવેપારીને હનીટ્રેપમાં ફસાવી 50 લાખ પડાવી લીધા અને અઠવા પોલીસ સ્ટેશનમાંથી અભેસિંહ પરમાર બોલુ છું તેમ કહી બળાત્કારના કેસમાં ફસાવી દેવાની ધમકી આપી બીજા 20 લાખ માંગ્યા. (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

જે બાદ વેપારીએ તપાસ કરાવતા આ ટોળકીનો ભાંડો ફુટી ગયો. વેપારીની ફરિયાદ બાદ પોલીસે શિવરાજ લાલુ, નકલી પોલીસ મકવાણા, 20થી 21 વર્ષની મહિલા સહિત 6 સામે ગુનો દાખલ કર્યો છે. નિકુલ પરસોતમ સોલંકી અને પિયુષ ઉમેશ વ્હોરાની આ મામલે પોલિસે ધરપકડ કરી છે. આ ટોળકીથી કંટાળી વેપારીએ તેમના મિત્રને વાત કરી હતી અને તે બાદ મિત્રએ અઠવા પોલીસ સ્ટેશને તપાસ કરાવતા ટોળકીનો ભાંડો ફુટ્યો હતો.

વેપારીને હનીટ્રેપમાં ફસાવવાનો પ્લાન શિવરાજ અને નિકુલે બનાવ્યો હતો અને તે આ પહેલા પણ પણ હનીટ્રેપ કેસમાં પકડાઇ ચૂક્યા છે. જો કે, શિવરાજ, યુવતી સહિત 4 હજુ ફરાર છે. વીઆઈપી રોડ રહેતા 48 વર્ષીય કાપડના વેપારીને શિવરાજે નવેમ્બરમાં વોટસએપ પર એક યુવતીનો ફોટો મોકલ્યો હતો અને નાનપુરા સંતોક એપાર્ટમેન્ટમાં બોલાવ્યો હતો. વેપારી ફલેટમાં ગયા ત્યારે 5 મિનિટમાં જ ત્રણ માણસો આવ્યા અને તેમણે પોલીસ તરીકે ઓળખ આપી સેક્સ રેકેટ ચાલવાનું કહી કેસ કરવાની ધમકી આપી.

જો કે, બદનામીના ડરને કારણે વેપારીએ ટોળકીને 10 લાખ આપ્યા અને હનીટ્રેપના છ મહિના બાદ વેપારીને ઘરેથી કારમાં બેસાડી મકવાણાએ યુવતી-તેના પિતા કેસ કરવા આવ્યા છે એવું કહી વેપારીએ ઘરેથી ધંધાના 40 લાખ આપ્યા હતા. જો કે, તે પછી બે દિવસમાં મકવાણાએ ફરી ફોન પર કહ્યું કે આ લોકો FIRની જીદ કરે છે અને એમ કહી વધુ 20 લાખ માંગ્યા બાદ તેઓએ પોલિસમાં ફરિયાદ નોંધાવી હતી.

Shah Jina