વડોદરા: હજી તો હાથની મહેંદી પણ નહોતી ઉતરી અને કાર અકસ્માતમાં થયુ ઉદ્યોગપતિ પરિવારની વહુનું મોત- પરિવારમાં છવાયો માતમ

BMW કાર અકસ્માતમાં શાહ પરિવારની વહુનું મોત, ઉદ્યોગપતિ ફેમિલીના ભત્રીજાના 20 દિવસ પહેલા જ લગ્ન થયા, જુઓ તસવીરો

ગુજરાતમાંથી અવાર નવાર અકસ્માતના કિસ્સાઓ સામે આવતા રહે છે. જેમાં ઘણીવાર કેટલાક લોકો મોતને ભેટે છે તો ઘણીવાર કેટલાકને ગંભીર ઇજા પહોંચતી હોય છે. ત્યારે ઘણીવાર નામચીન પરિવારો કે પછી નામી અનામી હસ્તીઓ સાથે પણ અકસ્માતની ઘટના બનતી હોય છે. હાલમાં એક અકસ્માતની ખબર તારાપુર-વટામણ રોડ ઉપર કસ્બારા ગામની સીમથી સામે આવી, જેમાં ગુરુવારના રોજ બપોરના અરસામાં ઢસા ગામેથી વડોદરા જઈ રહેલા નવયુગલની ગાડીને અકસ્માત નડ્યો અને તેમાં 20 દિવસ પહેલા જ લગ્ન કરેલ નવવધૂનું મોત નિપજ્યું.

આ અકસ્માતમાં મૃતકના પતિ તેમજ બહેનને ઈજાઓ પણ પહોંચી છે. અકસ્માતની ફરિયાદ તારાપુર પોલીસ મથકમાં નોંધાઈ છે. વડોદરાના ઉદ્યોગપતિનો પરિવાર કૂળદેવીના દર્શન કરી ઢસા ગામથી પરત ફરી રહ્યો હતો ત્યારે કસ્બારા ગામ પાસે કારની ઓવરટેક કરતી વખતે ઝોકું આવી જતાં આ અકસ્માત સર્જાયો હતો. તારાપુર પાસે સર્જાયેલા આ અકસ્માતમાં ટ્રક અને BMW કાર વચ્ચે ટક્કર થઇ હતી. જેમાં ઉદ્યોગપતિ પરિવારની નવવધૂનું મોત નિપજ્યુ હતુ અને પતિ તેમજ બહેનને ઇજા પહોંચી હતી.

નવયુગલના તાજેતરમાં જ વીસેક દિવસ પહેલા લગ્ન થાય હતા. ત્યારે વહુના હાથની મહેંદી ઉતરી એ પહેલા તેના આમ જતા રહેવાથી ઉદ્યોગપતિ પરિવારમાં પણ માતમ છવાયો છે. વડોદરા ઓલ્ડ પાદરા રોડ શિવશક્તિ સોસાયટી આવિષ્કાર કોમ્પ્લેક્સ પાછળ રહેતા ઉર્મિલ નલીનકાંત શાહની મકરપુરા જીઆઈડીસીમાં પોતાની કંપની છે. તેમનો પરિવાર પોતાની ફોર્ડ એવેન્ડર અને બીએમડબલ્યુ કાર લઈ કુળદેવીના દર્શન કરવા ઢસા ગામે નીકળ્યો હતો અને બંને કારમાં સવાર પરિવારજનો દર્શન કરી પરત ફરી રહ્યા હતા ત્યારે જ બપોરે 3.30 કલાકે બીએમડબલ્યુ કારને અકસ્માત નડ્યો.

પ્રતિકાત્મક તસવીર

કાર ઉત્સવ અમિતભાઈ શાહ ચલાવી રહ્યા હતા અને તેઓ ઓવરટેક કરવા ગયા અને આ દરમિયાન ઝોકું આવી જતાં કાર આગળ જતી ટ્રકમાં અથડાઇ. આ અકસ્માતમાં ઉર્વિલ શાહના પત્ની મૃગ્ના શાહનું શરીરે તેમજ માથામાં ગંભીર ઈજાઓ થતાં મોત નિપજ્યું હતું. ઉત્સવ શાહ અને મૃગ્નાના લગ્ન હજી 20 દિવસ પહેલા જ થયા હતા. ત્યારે મૃગ્નાના હાથની મહેંદીનો રંગ પણ ઉતર્યો હતો અને તેનું આવી રીતે મોત થઇ ગયુ. ઉદ્યોગપતિ પરિવારની લાડલી વહુનું મોત થતા પરિવારમાં પણ માતમ છવાયો છે.

Shah Jina