બિઝનેસમેને રિવોલ્વરથી પોતાને જ મારી ગોળી, દગાબાજી ન કરી શક્યો સહન, 7 કરોડ…

બિઝનેસમેને પોતાને મારી ગોળી : આત્મહત્યા પહેલા બનાવ્યો વીડિયો, પરિવાર બોલ્યો- 7 કરોડ રૂપિયા….

ગુજરાત સમેત દેશભરમાંથી ઘણીવાર આત્મહત્યાના કિસ્સા સામે આવે છે, જેમાં પ્રેમ સંબંધ, આર્થિક તંગી, છેતરપિંડી કે પછી અન્ય કોઇ કારણો હોય છે. ત્યારે હાલમાં જ એક કિસ્સો સામે આવ્યો, જેમાં એક બિઝનેસમેને બે દિવસ પહેલા એટલે કે બુધવારના રોજ પોતાને ગોળી મારી આત્મહત્યા કરી લીધી. આ પહેલા તેણે વીડિયો બનાવી આત્મહત્યાનું કારણ પણ જણાવ્યુ હતુ. ગોળી ચાલવાનો અવાજ સાંભળી જ્યારે પરિવારવાળા રૂમમાં પહોંચ્યા તો બિઝનેસમેન લોહીલુહાણ હાલતમાં પડેલા હતા.

પરિવારજનો તાત્કાલિક તેમને લઇને હોસ્પિટલ પહોંચ્યા પરંતુ ડોક્ટર દ્વારા તેમને મૃત ઘોષિત કરવામાં આવ્યા. આ મામલો જયપુરના શાસ્ત્રીનગર વિસ્તારનો છે. શાસ્ત્રીનગર પોલિસ સ્ટેશનના એએસઆઇ અનુસાર, મનમોહન સોની આરપીએ સામે સ્વર્ણકાર કોલોનીમાં રહે છે. તેમનો પાનીપેચ ત્રણ રસ્તા પાસે ડિપાર્ટમેન્ટલ સ્ટોર છે. બુધવારે તેઓએ તેમની લાઇસેંસી રિવોલ્વરથી પોતાને ગોળી મારી દીધી. આ સમયે ઘરમાં મનમોહન, તેમની પત્ની નીતૂ સોની, દીકરો યશ અને માતા તેમજ નાનો ભાઇ રોહિત સોનીની પત્ની હતી.

દીકરો આ ઘટના સમયે શોપ પર જવાની તૈયારી કરી રહ્યો હતો કે અચાનકગોળીનો અવાજ સાંભળી બધા રૂમમાં ગયા તો બધાના હોંશ ઉડી ગયા. મનમોહન સોની લોહીલુહાણ હાલતમાં હતા, તેમને હોસ્પિટલ લઇ જવામાં આવ્યા પરંતુ તેઓ મોતને ભેટ્યા. આત્મહત્યા પહેલા મૃતકે વીડિયો પણ બનાવ્યો હતો. જેમાં તેમણે કહ્યુ હતુ કે, હું સુસાઇડ કરવાનું મન બનાવી ચૂક્યો છે, આને લઇને ઘણીવાર વીડિયો પણ બનાવી ચૂક્યો છું, પરંતુ હિંમત ના થઇ. મારા આપઘાનો જવાબદાર સત્યાર્થ તિવારી, યર્થાત તિવારી, રમેશ ચંદ્ર તિવારી, એની ભારદ્નાજ અને લોકરાજ પારીક છે.

આમને સજા આપો, મારા પરિવારને આમની પાસેથી પૈસા અપાવજો. ઘણો પરેશાન થઇ ગયો છું, દુખી પણ થઇ ગયો છું, બેંકોના પણ ફોન આવી રહ્યા છે. આ લોકોએ મને બેંકોના દેવામાં ડૂબાડી દીધો. દેવું હું ચૂકવી શકતો નથી. આ મારો લેટેસ્ટ વીડિયો છે, આના પહેલાના બે વીડિયો બીજા છે. આત્મહત્યા કરવાની હિંમત ન ભેગી કરી શક્યો. મારી પાસે LIC પોલિસી છે. તેનો દાવો પણ આપવો જોઈએ. જેથી મારા પરિવારના સભ્યોને મદદ મળી શકે. સમાજના મોટા લોકોને અપીલ છે કે કૃપા કરીને મારા પરિવારને ન્યાય અપાવો.

મનમોહન સોનીના પિતરાઈ ભાઈ સમર સોનીએ કહ્યું- મનમોહનના 20 વર્ષ જૂના બિઝનેસ પાર્ટનર સત્યાર્થ તિવારી છે. તેના પિતા રમેશચંદ્ર રાજસ્થાન પોલીસમાં ડેપ્યુટી હતા. સત્યાર્થ ફાયનાન્સનું કામ કરતો હતો. મનમોહન સોનીના પૈસા ફાયનાન્સ પાછળ ખર્ચાયા હતા. પછી કોરોના સમયે સત્યાર્થે હાથ ઊંચા કરી દીધા. મનમોહન સોનીને ઘરે ફોન કરીને ધમકાવામાં આવતા. કહેતા કે- તમારા પૈસા ગયા, તમે કશું કરી શકતા નથી. મનમોહન સોનીએ સત્યાર્થને 7 કરોડ આપ્યા હતા. પરિવારજનોએ પોલીસને જણાવ્યું હતું કે ભાગીદારની છેતરપિંડીથી તેઓ પરેશાન હતા. આ કેસમાં રિટાયર્ડ ડીએસપી, તેમના પુત્ર સહિત ત્રણ લોકોની ધરપકડ કરવામાં આવી છે.

Shah Jina