વડોદરા આવતી ફ્લાઈટમાં ફેમસ બિઝનેસમેને કરી શરમજનક હરકત, ક્રૂ મેમ્બર જોઈ જતા…

ગુજરાતમાં ભલે દારૂબંધી હોય પરંતુ ઘણીવાર દારૂનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાય છે અને ઘણીવાર દારૂની હેરફેર થતી પણ ઝડપાતી હોય છે. પરંતુ આ વખતે તો દારૂનો એક એવો કિસ્સો ગુજરાતના વડોદરામાંથી સામે આવ્યો, જે વાંચી તમે પણ ચોંકી ઉઠશો. દારૂ પીનારા એક જાણીતા બિઝનેસમેનની વડોદરા આવતી ફ્લાઇટમાંથી ધરપકડ કરવામાં આવી છે.આ બિઝનેસમેન બીજુ કોઇ નહિ પરંતુ ઓઈલનો બિઝનેસ કરતા રાકેશકુમાર છે. તેઓની હરણી પોલીસે એરપોર્ટ પરથી ધરપકડ કરી હતી. ઘટનાની પ્રાપ્ત માહિતી અનુસાર, બિઝનેસમેન રાકેશકુમાર ગોવા ફરવા ગયા હતા (તમામ તસવીરો પ્રતિકાત્મક છે)

અને ત્યાંથી પરત ફરતી વખતે વધેલો દારૂ તેમણે કોલ્ડ્રિંક્સની બોટલમાં ભર્યો હતો. તે બાદ તેમની હરણી એરપોર્ટમાંથી બહાર નીકળતા સમયે પોલીસે ધરપકડ કરી હતી. મુંબઈથી વડોદરા આવી રહેલી ઈન્ડિગોની ડોમેસ્ટિક ફ્લાઈટમાં દારૂ ગટગટાવનાર યાત્રીને હરણી એરપોર્ટથી બહાર નીકળતી વખતે પોલીસે ઝડપી પાડ્યો હતો. ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટમાં ચાર મુસાફરો દારૂ પી રહ્યા હોવાની ફરિયાદ પોલીસ કંટ્રોલને મળી અને હરણી પોલીસ તુરંત જ કાર્યવાહી કરી એરપોર્ટ ખાતે પહોંચી ચાર લોકોની અટકાયત કરી.

ચારેયની બ્રેથ એનલાઈઝરથી તપાસ કરવામાં આવી ત્યારે ચાર પૈકી એક મુસાફર નશાની હાલતમાં જણાઈ આવ્યો અને તે હતો રાકેશ બિઝનેસમેન. હરણી એરપોર્ટથી ઇન્ડિગો એરલાઇન્સની ફ્લાઇટના ઋષભ ત્રિવેદીએ ફોન કરીને પોલીસને જણાવ્યું કે, ચાલુ ફ્લાઇટમાં ચાર વ્યક્તિઓ દારૂ પીવે છે અને તેમના વિરૂદ્ધમાં લેખિતમાં સ્ક્રૂ સ્ટાફ ફરિયાદ આપતા પોલીસ ફરિયાદ કરવી છે. જે બાદ માહિતી મળતા પોલિસ પહોંચી અને એરાઇવલ ગેટ પાસે પોલીસ પહોંચી ત્યાં ઇન્ડિગો સિનિયર એક્ઝિક્યુટિવ સિક્યુરીટી ઋષભ ત્રિવેદી તથા મોહમંદજહાર પટેલ હાજર હતા.

તેમણે જણાવ્યું કે, રાકેશ વેપારી માનસંગ નરૂભા ગોહિલ, ખેડૂત ધ્રુવેશકુમાર પટેલ અને ટ્રાન્સપોર્ટર ગીરીરાજસિંહ વાઘેલા દારૂ પીધેલા છે. જે બાદ હરણી પોલિસે બધાની અટકાયત કરી અને તેમને પોલીસ મથક લઇ ગઇ. જ્યાં પોલીસે ચારેયની તપાસ કરી તો રાકેશ નશો કરેલ જણાઇ આવ્યો. જો કે, અન્ય ત્રણે કેફી પીણું ના પીધું હોવાનું જણાઇ આવ્યું. પોલીસે હાલ તો બિઝનેસમેન રાકેશ સામે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.

Shah Jina