ખબર

લૂંટેરી દુલ્હન લગ્નના બે વર્ષ બાદ થઈ ફરાર, 9 મહિના પછી થયો મોટો ધડાકો

માતાએ મમતા લજવી, લોકો વરસાવે છે ફિટકાર

ઘણા યુવકોની ઉંમર વીતી જવા છતાં યુવકોના લગ્ન થતા નથી. લગ્નમાં મુશ્કેલી થતા યુવકો દલાલોનો સંપર્ક કરવામાં આવે છે. દલાલો પૈસા લઈને યુવકોના લગ્ન કરાવી દે છે. પરંતુ ઘણીવાર એવું થતું હોય છે કે, યુવતીઓ પૈસા લઈને લગ્ન કરવાનું નાટક કરીને પૈસા લઈને જતી રહે છે. આવો જ એક કિસ્સો ગોંડલમાં સામે આવ્યો છે.

Image source

ગોંડલના અજય ધરજીયા નામના યુવકના ઉંમર વીતી જવા છતાં પણ લગ્ન કર્યા ના હતા. તેથી લગ્ન કરાવી આપતા દલાલો સાથે સંપર્ક કરતા રહે છે. તે સમયે રમાબેન અને રાજીયાબેનનો સંપર્ક કરવામાં આવ્યો હતો. આ બંનેએ અજયનો સંપર્ક જયશ્રી ઉર્ફે પૂજા સાથે કરાવ્યો હતો. આ સોદો 2 લાખ 40 હજારમાં નક્કી કરવામાં આવ્યો હતો.

અજય ધરાજીયાની પત્ની અને બાળક જ્યારે ગાયબ થઈ ગયા, ત્યારે તેને એવી શંકા હતી કે કદાચ તેના સાસરિયાએ તેમને ક્યાંક ગોંધી રાખ્યા છે. પોલીસે પણ આ મામલે કોઈ સંતોષજનક કાર્યવાહી ના કરતા આખરે અજયે ગુમ પત્ની અને બાળકને શોધવા માટે હાઈકોર્ટમાં હેબિયર્સ કોર્પસ દાખલ કરી હતી. આ દરમિયાન જ એક ચોંકાવનારો ધડાકો થયો.

Image source

અજય અને જયશ્રીના લગ્ન 16-01-2018ના રોજ હિન્દૂ રીત રિવાજથી ધારેશ્વર મંદિરમાં લગ્ન કર્યા હતા. આ બાદ પુત્રનો જન્મ થયો હતો. પુત્ર દિવ્યનો જન્મથી કોઈ ખુશ ના થનારી જયશ્રી મોકો જ શોધતી હતી. આ બાદ 7-12-2019ના રોજ પુત્રને લઈને પતિના ઘરેથી નાશી છૂટી હતી.

જયશ્રીએ તેના પુત્રને મુંબઈમાં 40 હજારમાં વેચી નાખ્યો હતો. તો બીજી તરફ અજય તેની પત્ની અને પુત્રના ગુમની ફરિયાદ ગોંડલ પોલીસ સ્ટેશનમાં નોંધાવી હતી. આ બાદ ગુજરાત હાઇકોર્ટમાં હેબિયસ કોર્પોસ દાખલ કરવામાં આવતા ગોંડલ પોલીસ અને રાજકોટ પોલીસે તપાસ કરી હતી. જેના આધારે ગોંડલ પોલીસે મુંબઈ, ઉલ્લાસનગર , તામિલનાડુ સુધી તપાસ બાળકનો પતો કર્યો હતો. બાળકનો કબ્જો લઈને અજયને સોંપવામાં આવ્યો હતો. આ બાદ જાણકારી મળી હતી કે, પૈસા લઈને લગ્ન કરાવીને છેતરપિંડી કરતી ટોળકીનો પર્દાફાશ થયો હતો.

Image source

આ બાદ તપાસમાં જયશ્રી ઉર્ફે પૂજા એક ધંધાદારી દુલ્હન હોવાનું સામે આવ્યું હતું.જે મુજબ રાજકોટ પોલીસે આ જયશ્રી ઉર્ફે પૂજા અને તેનો કહેવાતો ભાઈ અને દલાલ સોનુ રાજેન્દ્ર પાઈકરાવની ધરપકડ કરી હતી.