ખબર

ખુશખબરી: સુરતથી સૌરાષ્ટ્ર જવા બસોને મંજૂરી, ભાડું તો અધધધધ – જાણો વિગત

દેશભરમાં લોકડાઉનના કારણે ઘણા લોકો ફસાઈ ગયા છે અને બીજા રાજ્યના મજૂરો ચાલીને પણ પોતાના વતન જવા નીકળી ગયા છે ત્યારે ગુજરાતના સુરતમાં જ સૌરાષ્ટ્રથી સુરતમાં કામ કરતા ઘણા લોકો પણ અટવાયા છે જેમાં મોટાભાગે રત્નકલાકારો છે. આ લોકોને સુરતથી સૌરાષ્ટ્રમાં પહોંચાડવા માટે ગુજરાત સરકાર દ્વારા બસોની વ્યવસ્થા કરવામાં આવી છે.

Image Source

મુખ્યમંત્રી વિજય રૂપાણી અને નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલની અધ્યક્ષતામાં મળેલી બેઠકમાં સુરતથી સૌરાષ્ટ્રમાં લોકોને પોતાના વતન પહોંચાડવા માટે 200થી પણ વધુ સરકારી બસો દોડાવવા અંગે નિર્ણય લેવામાં આવ્યો છે. પહેલા ખાનગી બસો દોડાવવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પરંતુ ખાનગી બસોનુ ભાડું વધારે હોય સરકારે સરકારી બસો દોડાવવાનું નક્કી કર્યું છે અને તેના માટે વતન જવા માંગતા લોકો પાસેથી એક તરફી ભાડું વસૂલી મુસાફરી કરાવશે.

Image Source

ગુજરાત સરકારે આ બાબતે નિર્ણય લીધો છે કે જે રીતે દિવાળીમાં ગિફ્ટ આપે હતી તે જ પ્રમાણે મુસાફરી કરાવવામાં આવશે. 30-30 લોકોનું ગ્રુપ બનાવી અને લોકોને વતન પહોંચાડવામાં આવશે, આ બાબતે જે 30 લોકોનું ગ્રુપ જે તે વિસ્તારનું બુકીંગ કરાવશે તે જ વિસ્તારમાં સરકારી બસ પહોંચશે અને ત્યાંથી તેમના વતન સ્થળે લઇ જવામાં આવશે.

Image Source

સુરતમાંથી સૌરાષ્ટ્ર જવા માટે ખાનગી બસોએ પોતાનું ભાડું કિલોમીટર દીઠ નક્કી કર્યું હતું તે પ્રમાણે 400 કિલોમીટર સુધીના પ્રવાસીનું 1000 રૂપિયા ભાડું થતું હતું જયારે 500 કિલોમીટર દીધી 1200 અને 500થી વધુ કિલોમીટર દીઠ 1500 રૂપિયા ભાડું નક્કી કરવામાં આવ્યું છે. પરંતુ હવે સરકારે સરકારી બસો દોડાવવાનું નક્કી કરતા મુસાફરોને ભાડામાં રાહત મળી શકે છે. સરકારી બસમા 400 કિલોમીટર સુધીની મુસાફરી માટે હવે મુસાફરે 500થી 550 રૂપિયા સુધી ભાડું ચૂકવવું પડશે તેવી શક્યતા છે.

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.