કોલેજની બહાર બસ સ્ટેન્ડનો અનોખો વિરોધ કર્યો વિદ્યાર્થીઓએ, છોકરા છોકરીઓ એકબીજાના ખોળામાં બેઠા અને પછી પ્રશાસને તાત્કાલિક… જુઓ

આજના યુવાનો અને યુવતીઓ ખુબ જ વિચારશીલ છે. આજે તે પોતાની વાત રાખવા માટે એક અલગ જ રસ્તો પસંદ કરતા હોય છે. પ્રસાશન સામે પણ ઘણીવાર આજના યુવાનો એવી રીતે પ્રદર્શન કરતા હોય છે જેના કારણે પ્રસાશન જ નહીં તેમના આ વિરોધને દુનિયા જોતી હોય છે. હાલ એવો જ એક વિરોધ કોલેજના વિદ્યાર્થીઓએ કર્યો હતો. સ્થાનિક લોકો દ્વારા બસ સ્ટેન્ડમાં બનેલા લોખંડના બેન્ચ ઉપર છોકરા છોકરીઓ એક સાથે બેસ્ટ આ બેન્ચને કાપી નાખવામાં આવી હતી. જેનો વિરોધ અનોખી રીતે વિદ્યાર્થીઓએ કર્યો.

કેરળમાં એક એન્જિનિયરિંગ કોલેજની બહાર બેસવા માટે બનાવેલા બસ સ્ટેન્ડની લોખંડની બેંચ સ્થાનિકો દ્વારા કાપીને લઈ જવામાં આવી. કોલેજના વિદ્યાર્થીઓ અવારનવાર આ સ્થળે ભેગા થાય છે. જ્યારે વિદ્યાર્થીઓ પહોંચ્યા ત્યારે તેઓએ જોયું કે કોઈએ સ્થળ પરથી બેન્ચનો વચ્ચેનો ભાગ કાપી નાખ્યો હતો, તેથી તેઓએ આ બાબતે ફરિયાદ કરી.

કોઈ કાર્યવાહી ન થતાં વિદ્યાર્થીઓએ વિરોધ કરવાની અનોખી પદ્ધતિ અપનાવી હતી. વિદ્યાર્થીઓ કપાયેલી બેન્ચની નજીક પહોંચ્યા અને તમામ વિદ્યાર્થીઓ એકબીજાના ખોળામાં બેસી ગયા.જેમાં છોકરાઓ અને છોકરીઓ પણ હતા આ પછી બધાએ ફોટો ક્લિક કર્યો અને સોશિયલ મીડિયામાં વાયરલ કર્યો.

હકીકતમાં સ્થાનિક લોકો ઇચ્છતા ન હતા કે છોકરાઓ અને છોકરીઓ બસ સ્ટેન્ડની એકમાત્ર બેંચ પર એક સાથે બેસે, તેથી તેઓએ તેને કાપી નાખ્યું. મેયર આર્ય એસ. રાજેન્દ્રને સરકારી એન્જિનિયરિંગ કૉલેજ, ત્રિવેન્દ્રમ નજીક શ્રીકાર્યમ ખાતે એક સામાન્ય બસ સ્ટેન્ડ બનાવવાનું વચન આપ્યા પછી, નાગરિક સત્તાવાળાઓએ લગભગ બે મહિના પછી કપાયેલી બેન્ચને હટાવી. હવે વિદ્યાર્થીઓએ એકબીજાના ખોળામાં બેસીને કરેલા પ્રદર્શનને કારણે ચર્ચામાં આવેલા બસ સ્ટેન્ડને વહીવટીતંત્રે નવજીવન આપ્યું છે.

Niraj Patel