હિમાચલની પહાડી પર જીવન જોખમે બસ લઈને જતા આ ડ્રાઈવરનો વીડિયો થયો વાયરલ, જોતા જોતા જ તમારા રૂંવાડા પણ ઉભા થઇ જશે..

મોતને મુખમાં લઈને ચાલી રહ્યો છે આ બસ ડ્રાઈવર, હિમાચલની ખતરનાક પહાડી પર સરકારી બસનો વીડિયો વાયરલ, જુઓ

ભારતમાં ઘણી બધી એવી એવી જગ્યાઓ છે જ્યાં જવું લોકોનું સપનું હોય છે, પરંતુ પહાડી વિસ્તારમાં ફરવા જવું કોઈ જોખમથી કમ નથી હોતું, ઇન્ટરનેટ પર તમે ઉત્તરાખંડ, હિમાચલના ઘણા બધા પહાડી રસ્તાઓના વીડિયો જોયા હશે, જ્યાં ડ્રાઈવ કરવું એટલે જીવ હાથમાં લઈને ચાલવા જેવું હોય છે. હાલ આવા જ એક પહાડ પરથી બસ લઈને જતા એક ડ્રાઈવરનો વીડિયો ખુબ જ વાયરલ થઇ રહ્યો છે.

વાયરલ થઇ રહેલા વીડિયોમાં હિમાચલ રોડ પરિવહનની એક બસ ખુબ જ ખતરનાક પહાડોની વચ્ચેથી ઝરણા વચ્ચેથી નીકળતી જોવા મળી રહી છે આ વીડિયો ખુબ જ હેરાન કરી દેનારો છે. આ વીડિયોને ટ્વીટર પર ટ્રાવેલિંગ ભારત નામના એક ટ્વીટર યુઝર્સ દ્વારા શેર કરવામાં આવ્યો છે. વીડિયોની સાથે કેપશનમાં લખવામાં આવ્યું છે, “હિમાચલ પ્રદેશની HRTC બસમાં ચંબાથી કીલાર સુધીનો રોમાંચક સફર.”

આ વીડિયોમાં જોવા મળી રહ્યું છે કે કેવી રીત લોકો પોતાની જીવ જોખમમાં મૂકીને આ ખતરનાક રસ્તા પરથી પસાર થઇ રહ્યા છે. તમને જણાવી દઈએ કે આ રસ્તો સમુદ્ર તટથી 4,420 મીટર (લગભગ 14500 ફૂટ)ની ઊંચાઈ પર આવેલો છે. આ રસ્તો ખુબ જ કઠિન છે અને એકદમ કાચો છે તેના પરથી પસાર થતા વખતે જીવ હાથમાં આવી જાય.

આ વીડિયો વર્ષ 2018નો છે, પરંતુ હાલ ફરીવાર વાયરલ થઇ રહ્યો છે. તેને બીજી વાર 4 નવેમ્બરના રોજ શેર કરવામાં આવ્યો હતો. જેને અત્યાર સુધીમાં 16 લાખથી વધુ લોકો જોઈ ચુક્યા છે અને ઘણા બધા લોકો પોતાની જાતને કોમેન્ટ કરતા રોકી શકતા નથી. એક યુઝર્સે કહ્યું કે “આટલા ખતરનાક રસ્તા પરથી હું સ્કૂટર લઈને પણ ના જાઉં.” તો એકે લખ્યું કે આ રોમાંચક છેકે આપઘાત ?”

Niraj Patel