યાત્રીઓથી ખચોખચ ભરેલી બસ પુલની રેલિંગ તોડી નર્મદા નદીમાં ખાબકી, અત્યાર સુધી 12 લાશો મળી- 40 યાત્રીઓ હતા સવાર

દુઃખદ: રેલિંગ તોડી પુલ પરથી નર્મદામાં પડી બસ, 12 લાશોનો ઢગલો થયો, હિમ્મત હોય તો જ જોજો તસવીરો

મધ્યપ્રદેશના ધાર જિલ્લામાં ઇન્દોર-ખરગોન વચ્ચે મોટો અકસ્માત થયો છે. ઇન્દોરથી પુણે જઇ રહેલી બસ સવારે પોણા દસ વાગ્યા આસપાસ ઘામનોદમાં ખલઘાટ પાસે નર્મદા નદીમાં પડી ગઇ. બસમાં મહિલાઓ અને બાલૃળકો સહિત 40 યાત્રીઓ સવાર હતા. અત્યાર સુધી 12 લાશો નીકાળવામાં આવી છે. જેમાં 7 પુરુષો અને 4 મહિલાઓ સામેલ છે. મૃતકોની ઓળખ હજુ થઇ શકી નથી. એવું કહેવામાં આવી રહ્યુ છે કે, ખલઘાટના ટુ-લેન બ્રિજ પર એક વાહનને ઓવરટેક કરતી વખતે બસ કાબૂ બહાર ગઈ હતી.

ડ્રાઈવરે સંતુલન ગુમાવ્યું અને બસ રેલિંગ તોડી નદીમાં પડી. અકસ્માતની માહિતી મળતા જ ખલઘાટ સહિત આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી ગયા હતા. ઈન્દોર અને ધારથી NDRFની ટીમો ઘટનાસ્થળે પહોંચી હતી. આ પુલ જૂનો હોવાનું કહેવાય છે. બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટની છે. ઘટનાની નોંધ લેતા મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે વહીવટીતંત્રને બચાવ અને રાહત કાર્યના આદેશ આપ્યા છે. આ અકસ્માત આગ્રા-મુંબઈ (AB રોડ) હાઈવે પર થયો હતો. આ રોડ ઈન્દોરને મહારાષ્ટ્ર સાથે જોડે છે. ઘટના સ્થળ ઈન્દોરથી 80 કિલોમીટર દૂર છે.

જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ (ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા છે. બસને ક્રેનની મદદથી બહાર કાઢવામાં આવી હતી. મીડિયા અહેવાલો અનુસાર આ અક્સમાત રોન્ગ સાઇડ જઇ રહેલ એક વાહનને બચાવવા દરમિયાન થયો હતો. બસ પુલની રેલિંગ તોડીને 25 ફૂટ નીચે નદીમાં પડી હતી.

મળતી માહિતી મુજબ, ઈન્દોરથી મહારાષ્ટ્ર જઈ રહેલી પેસેન્જર બસ ખલઘાટ સંજય સેતુ પુલ પર સંતુલન બગડવાના કારણે 25 ફૂટ નીચે નદીમાં પડી ગઈ હતી. ધામનોદ પોલીસ અને ખલતકા પોલીસ ઘટનાસ્થળે મોરચો સંભાળી રહી છે. જણાવી દઇએ કે, જે સંજય સેતુ પુલ પરથી બસ પડી તે બે જિલ્લા ધાર અને ખરગોનની સરહદ પર બનેલો છે. તેનો અડધો ભાગ ખલઘાટ (ધાર)માં અને અડધો ખલટાકા (ખરગોન)માં છે. ખરગોનના કલેક્ટર અને એસપી પણ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા અને તાત્કાલિક આ કાર્યવાહી શરૂ કરી હતી.

નદીમાં પડી રહેલી બસ મહારાષ્ટ્ર સ્ટેટ ટ્રાન્સપોર્ટ કોર્પોરેશનની છે જેને એસટી તરીકે પણ ઓળખવામાં આવે છે. બસ સવારે પૂણેથી ઈન્દોર જવા રવાના થઈ હતી. ખાલઘાટમાં અકસ્માત પહેલા બસે 10 મિનિટનો બ્રેક લીધો હતો, ત્યારબાદ બસ ખલઘાટથી નીકળીને થોડા સમય પછી નર્મદામાં પડી હતી. નદીમાંથી અત્યાર સુધીમાં 12 મૃતદેહો બહાર કાઢવામાં આવ્યા છે. બાકીની શોધખોળ ચાલુ છે. ઉલ્લેખનીય છે કે, ગૃહમંત્રી નરોત્તમ મિશ્રાએ કહ્યુ કે, 15 યાત્રીઓને જીવતા બહાર નીકાળવામાં આવ્યા છે.

Shah Jina