...
   

નેપાળમાં 40 ભારતીયોને લઇ જઇ રહેલી બસ નદીમાં ખાબકી, 14 લોકોના મોત; જુઓ વીડિયો

નેપાળમાં એક મોટી દુર્ઘટના ઘટી, નેપાળના તનહું જિલ્લાના અબુખૈરેની વિસ્તારમાં મુસાફરોથી ભરેલી યુપીની બસ મર્સિયાંગડી નદીમાં ખાબકી, જેમાં 14 લોકોના મોત થયા હોવાના અહેવાલ છે. નેપાળ પોલીસે આ ઘટનાની માહિતી આપી છે. જીલ્લા પોલીસ કાર્યાલય તનહુંના ડીએસપીએ જણાવ્યું હતું કે નંબર પ્લેટ યુપી એફટી 7623 વાળી બસ નદીમાં પડી હતી અને હવે તે નદી કિનારે પડી છે.

16 ઘાયલ મુસાફરોને સુરક્ષિત રીતે બચાવી લેવાયા હોવાની ખબર છે. સ્થાનિક પોલીસ ઘટના સ્થળે રાહત કાર્યમાં લાગી. ન્યૂઝ એજન્સી ANIના જણાવ્યા અનુસાર, ઉત્તર પ્રદેશના રીલિફ કમિશનરે કહ્યું કે, અમે એ જાણવા માટે સંપર્ક કરી રહ્યા છીએ કે રાજ્યનો કોઈ વ્યક્તિ તેમાં સામેલ છે કે કેમ. અકસ્માતનો ભોગ બનેલ બસ ગોરખપુરની કેસરવાણી ટ્રાવેલ્સની હતી. બસનો સંપૂર્ણ નંબર UP 53 FT 7623 છે.

બસના દસ્તાવેજો પણ પૂરા છે. ફિટનેસ અને પરમિટ પણ બધુ જ યોગ્ય છે. આ દુ:ખદ ઘટના બાદ પરિવારજનો અને સ્વજનોમાં ઉત્સાહનું મોજુ ફરી વળ્યું છે. પરિવારના સભ્યો ખરાબ હાલતમાં છે અને રડી રહ્યા છે.

જણાવી દઇએ કે, આ પહેલો અકસ્માત નથી, આ વર્ષે જુલાઈમાં નેપાળની ત્રિશુલી નદીમાં બે બસમાં મુસાફરી કરી રહેલા 65 લોકો વહી ગયા હતા.

આ ઘટનામાં કાઠમંડુ જતી એન્જલ બસ અને ગણપતિ ડીલક્સ બસ નદીમાં પડી ગઈ હતી જે કાઠમંડુથી રૌતહાટના ગૌર તરફ જઈ રહી હતી. વિસ્તારમાં ભારે વરસાદ વચ્ચે આ ઘટના બની હતી.

Shah Jina