પોતાના જીવન જોખમે આ ડ્રાઈવરે બચાવી 22 જિંદગીઓ, એક્સલ તૂટતાં ખાઈમાં પડવાની હતી બસ

આપણે એક કહેવત નાનપણથી સાંભળતા આવ્યા છીએ કે, “રામ રાખે તેને કોણ ચાખે ?” જેના ઘણા પુરાવાઓ પણ આપણે જોયા હશે, ઘણા લોકો અકસ્માત અને એવી અનેક દુર્ઘટનાઓમાંથી છેલ્લા ક્ષણે બચી જતા હોય છે. ત્યારે તે ભગવાનનો આભાર પણ માને છે. સોશિયલ મીડિયામાં આવી ઘણી ઘટનાઓના વીડિયો પણ સામે આવતા હોય છે.

ત્યારે હાલ એક ઘટના સામે આવી છે હિમાચલ પ્રદેશના સિરમૌર જિલ્લામાં ગિરિપાર ક્ષેત્રના શીલાઈમાંથી. જ્યાં એક મોટી દુર્ઘટના બનતા બનતા રહી ગઈ. અહીંયાના બોહરાડની પાસે એક ખાનગી બસ ખાઈમાં પડતા પડતા બચી ગઈ. આ બસની અંદર કુલ 22 લોકો સવાર હતા.

આ દુર્ઘટનામાં જો ચાલકે ચાલાકી ના વાપરી હોત તો આખી બસ પેસેન્જર સાથે જ 300 મીટર ઊંડી ખાઈમાં પડી જવાની હતી. આ બસ શુક્રવારના રોજ પાંવટા સાહિબ-ગતાધાર રૂટ ઉપર શિલાઈ તરફ જઈ રહી હતી. ખાનગી કંપનીની આ બસ કફોટાથી લગભગ 10 કિલોમીટર દૂર જેવી જ બોહરાડ પાસે ઉતરાઈમાં પહોંચી કે બસની એક્સલ તૂટી ગઈ. જેના કારણે બસ રોડ ઉપરથી ખાઈની તરફ જઈને લટકી ગઈ.

બસમાં બેઠેલા લોકોએ જણાવ્યું કે ચાલકે સુઝબુઝ અને દિલેરી બતાવતા જોરથી બ્રેક લગાવી દીધી અને ક્યાં સુધી છેલ્લો પેસેન્જર બસમાંથી નીચે ના ઉતર્યો ત્યાં સુધી તેને પોતાનો જીવ જોખમમાં મૂકી અને બ્રેક ઉપર જ ઉભો રહ્યો.

જયારે બધા જ લોકો નીચે ઉતરી ગયા તો તેમને બસના ટાયરની નીચે પથ્થર મૂકી અને ડ્રાઈવરને પણ બહાર કાઢી લીધો. આ દુર્ઘટનાની અંદર ડ્રાઈવર સાથે બધા જ પેસેન્જર સુરક્ષિત છે. ડ્રાઈવરે પગથી બ્રેકને દબાવી રાખી હતી તો બીજા હાથે હેન્ડ બ્રેકને ખણેચી રાખી હતી.

Niraj Patel