એક એવા બસ ડ્રાઈવર કે જેમણે મરતા મરતા પણ પણ બસમાં મુસાફરી કરી રહેલા ઘણા મુસાફરોના જીવ બચાવ્યા. આ મામલો તેલંગાનાનો છે, જ્યાં 48 વર્ષીય ઓ યદૈયા બસ ચલાવી રહયા હતા. બસ ચલાવતી વખતે ઓ યદૈયાને અચાનક હાર્ટ એટેક આવ્યો. પરંતુ આ દરમિયાન પણ તેમણે બસ નિયંત્રણ બનાવીને રાખ્યું અને તેને સુરક્ષિત સ્થળે પાર્ક કરી. પરંતુ અફસોસની વાત એ છે કે તેઓ પોતાને બચાવી ન શક્યા અને તે મૃત્યુ પામ્યા. યદૈયા તેલંગાણા રાજ્ય માર્ગ પરિવહન નિગમ (TSRTC) માં અસ્થાયી કર્મચારી હતા.

બસના કંડકટર સંતોષ કહે છે, ‘મરતા પહેલા બસ ડ્રાઈવરે કેટલાય લોકોના જીવ બચાવ્યા હતા. તેમણે માત્ર બસમાં હાજર લોકોના જ જીવ નથી બચાવ્યા પણ બસ સ્ટેન્ડ પર ઉભેલા લોકોને પણ બચાવ્યા. અમે તેમને પીડામાં ચીસો પાડતા સાંભળી શકતા હતા. ભયનો માહોલ હતો. પરંતુ જ્યાં સુધી તેમને બસ સલામત સ્થળે ન પહોંચાડી ત્યાં સુધી તેમણે બસ ન રોકી.’

આ ઘટનાના આશરે 24 કલાક બાદ સોમવારે યદૈયાનો આખો પરિવાર ઉસ્માનિયા જનરલ હોસ્પિટલના શબ્ગૃહની બહાર દુઃખી ઉભો હતો. જણાવી દઈએ કે હાર્ટઍટેક આવ્યા બાદ યદૈયાને હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા. તેમના ભાઈએ એક અખબાર સાથે વાતચીતમાં જણાવ્યું, ‘યદૈયાને હાર્ટઍટેક આવ્યા બાદ હોસ્પિટલમાં લાવવામાં આવ્યા હતા પરંતુ ડોકટરો તેને બચાવી શક્યા નહીં. તે અમને છોડીને ચાલ્યા ગયા. એક ન્યુઝ ચેનલ સાથે વાત કરતા, યદૈયાની પત્નીએ રડતાં રડતાં કહ્યું કે મારો પુત્ર અને મેં જીવનની બધી ખુશીઓ ગુમાવી દીધી છે.
એક અહેવાલ અનુસાર, મહાત્મા ગાંધી બસ સ્ટેન્ડ પર મુસાફરોને ઉતાર્યા પછી, ડ્રાઈવર યદૈયા રાયચુરની સફર માટે રવાના થવાના હતા. પરંતુ દુર્ભાગ્યે, આ થઈ શક્યું નહીં. બીજાને બચાવતા-બચાવતા તેમણે પોતાનો જીવ ગુમાવી દીધો.
Author: GujjuRocks Team તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરી લેજો GujjuRocks Mobile App.