‘ના ઉમ્ર કી સીમા હો…’ પિતાની ઉંમરના બસ ડ્રાઇવર સાથે થયો પ્રેમ, શહેઝાદીએ કર્યો ઇશ્કનો ઇઝહાર અને પછી…

રૂપ રૂપનો અંબાર જેવી યુવતીએ પિતાની ઉંમરના બસ ડ્રાઇવર સાથે થયો પ્રેમ, ચાલતી ગાડીમાં જ કર્યુ પ્રપોઝ…એક અજીબ લવ સ્ટોરી

કહેવાય છે ને કે પ્રેમ ક્યારે, કોની સાથે અને ક્યાં થઇ જાય તેની ખબર નથી રહેતી. પ્રેમ ના તો રંગ-રૂપ જુએ છે, ના તો નાત-જાત, ના ઉંમર અને ના જગ્યા. એ તો બસ થઇ જાય છે. કેટલાક છોકરા-છોકરીઓ તો પાર્કમાં બેઠા બેઠા એકબીજાને પ્રેમ કરી બેસતા હોય છે, તો કેટલાક સ્કૂલ કે કોલેજના ક્લાસરૂમમાં પહેલી નજરે એકબીજાને દિલ આપી બેસતા હોય છે. તો કેટલાકને સફર દરમિયાન પ્રેમ થઇ જતો હોય છે. પરંતુ એવું કદાચ જ ક્યાંક જોવા મળ્યુ હશે કે સફર દરમિયાન પ્રેમની કહાની લગ્ન સુધી પહોંચી જાય.

પણ પાકિસ્તાનમાં આવો મામલો આજ-કાલ ચર્ચાનો વિષય બનેલો છે. અહીં એક બસ ડ્રાઇવર અને મહિલા પેસેન્જરે એકબીજા સાથે લગ્ન કરી લીધા. તેમના સફર, ઇશ્ક અને લગ્નની કહાની ઘણી જ દિલચસ્પ છે. પાકિસ્તાનના રહેવાસી યૂટયૂબર સૈયદ બાસિત અલીએ આ અનોખી જોડીનું ઇન્ટરવ્યુ કર્યુ હતુ અને તેમની અનોખી લવ સ્ટોરીને પોતાની યૂટયૂબ ચેનલ પર શેર કરી હતી. એક છોકરીને તેની પિતાની ઉંમરના બસ ડ્રાઇવર સાથે પ્રેમ થઇ ગયો હતો, જેનું નામ સાદિક છે અને તે લગભગ 50 વર્ષનો છે, જ્યારે પેસેન્જર મહિલા એટલે કે જે સાદિકની પત્ની છે

તે શહેઝાદી 24 વર્ષની છે. તે તેના પતિ કરતા અડધી ઉંમરની જ છે. કહેવાય છે કે પ્રેમ આંધળો હોય છે. સાદિક અને શહેઝાદીના પ્રેમમાં પણ આ જ ઝલક જોવા મળી. બસમાં મુસાફરી કરતી વખતે તેઓ કેવી રીતે પ્રેમમાં પડ્યા તેની કહાની પણ રસપ્રદ છે. ઈન્ટરવ્યુમાં શહેઝાદીએ જણાવ્યું કે તે પંજાબ પ્રાંતના મિયા ચન્નુથી લાહોર સુધી મુસાફરી કરતી હતી અને તે જે બસમાં મુસાફરી કરતી હતી, તે બસનો ડ્રાઈવર સાદિક હતો. શહેઝાદીને સાદિકના ડ્રાઈવિંગથી લઈને તેના ઉઠવા-બેસવા સુધીની દરેક વસ્તુ ગમતી હતી. શહેઝાદીનું સ્ટોપ છેલ્લે આવતુ,

મુસાફરી દરમિયાન સાદિક જૂના ગીતો વગાડતો, જે શહેઝાદીને ઘણા ગમતા હતા. આ રોજિંદી મુસાફરીની વચ્ચે શહેઝાદી સાદિકના પ્રેમમાં કયારે પડી ગઈ તેની તેને ખબર જ ન પડી. એક દિવસ શહેઝાદીએ બસ ડ્રાઈવર એટલે કે સાદિક સામે પોતાનો પ્રેમ વ્યક્ત કરવાની હિંમત કરી. સાદિકે પણ શહેઝાદીના પ્રેમનો સ્વીકાર કર્યો અને બંનેએ ઉંમરના લાંબા અંતર પછી પણ એકબીજા સાથે લગ્ન કરી લીધા. જ્યારે શહેઝાદીને ઉંમરના મોટા તફાવત વિશે પૂછવામાં આવ્યું તો તેણે તરત જ જવાબ આપ્યો કે પ્રેમમાં કોઈની ઉંમર નથી દેખાતી.

શહેઝાદી અને સાદિકની આ લવસ્ટોરી પાકિસ્તાન સહિત ઘણા દેશોમાં ચર્ચામાં છે. તેનો અંદાજ એ વાત પરથી લગાવી શકાય છે કે યુટ્યુબર સૈયદ બાસિત માટે સાદિક-શહઝાદીનો આ ઈન્ટરવ્યુ અત્યાર સુધીમાં 13 લાખથી વધુ વખત જોવામાં આવ્યો છે. બોલિવૂડ ફિલ્મ પ્રેમ ગીત માટે શાયર ઇંદીવરે એક ગીત લખ્યું હતું, ‘હોઠો સે છૂ લો તુમ, મેરા ગીત અમર કર દો’ આ ગીતમાં એક પંક્તિ છે, ‘ના ઉમ્ર કી સીમા હો, ના જન્મ કા હો બંધન’. વર્ષ 1981માં આવેલી આ ફિલ્મનું આ ગીત 50 વર્ષીય બસ ડ્રાઈવર સાદિક અને 24 વર્ષની મહિલા પેસેન્જર શહેઝાદી પર ફિટ થઈ ગયું.

Shah Jina