ખબર

ક્યારેક બસમાં ટિકિટ ફાડવાનું કામ કરતી હતી દીકરી, હવે દુલ્હન બની તો હેલિકૉપ્ટરમાં વિદાય થઇ, જુઓ તસવીરો

દરેક માતા પિતાનું સપનું હોય છે કે પોતાની દીકરીને એક સારું જીવન આપે, ધામધૂમથી તેના લગ્ન કરવામાં આવે, પરંતુ ઘણીવાર પરિસ્થિતિ એવી પણ બનતી હોય છે કે દીકરીએ પરિવારની જવાબદારી ઉઠાવી લેવી પડે છે અને તેના માટે ઘણી દીકરીઓ પુરુષો જેવા પણ કામ કરતી હોય છે.

આવી જ એક હરિયાણાની દીકરી જે એક સમયે હરિયાણા રોડવેઝની બસોમાં ટિકિટ ફાડવાનું કામ કરતી હતી. પરંતુ જયારે તેના લગ્ન થયા ત્યારે તેના પિતાએ તેના લગ્નને યાદગાર બનાવવા માટે તેની વિદાય હેલિકૉપ્ટરમાં કરી. જની હાલમાં ખુબ જ ચર્ચાઓ ચાલી રહી છે.

હરિયાણાના સિરસામાં રહેવા વાળી શેફાલી પહેલી મહિલા બસ કંડકટર બની હતી અને બસમાં ટિકિટ ફાડતી જોવા મળી હતી. ત્યારબાદ તે ઘણી જ ચર્ચામાં આવી ગઈ હતી. લોકો આ દીકરીની ખૂબ જ પ્રસંશા પણ કરી રહ્યા હતા.

એક સમયે હાથમાં થેલો લઈને અને સાધારણ વેશભૂષામાં હરિયાણા રોડવેઝની બસોમાં ટિકિટ ફાડવાનું કામ કરતી શેફાલી હવે દુલ્હનના કપડામાં નજર આવી અને ફરી એકવાર તે ચર્ચામાં છવાઈ ગઈ. અને આ વખતે તેની ચર્ચાનું કારણ હતું હેલિકૉપ્ટરમાં તેની વિદાય.

એચએસવી સેક્ટરમાં રહેતા પવન માંડાની દીકરી શેફાલી દુલ્હન બનીને પોતાના પતિ સચિન સહારણ સાથે હેલિકૉપ્ટરમાં પોતાના સાસરે ગઈ. જેને જોવા માટે લોકોના ટોળેટોળા ઉમટ્યા હતા. પરિવારની અંદર 4 પેઢી સુધી કોઈ દીકરી જન્મી નહોતી.

જયારે શેફાલીનો જન્મ થયો ત્યારે પરિવારે ખુબ જ લાડ પ્રેમથી તેને ઉછેરી. તેના પિતાની સાથે સાથે તેના કાકા પ્રવીણ માંડા અને રાજવીર માંડાએ પણ શેફાલીના લગ્નને યાદગાર બનાવતા હેલિકૉપ્ટરમાં તેની વિદાય કરી.

શેફાલીના પિતા પવન માંડા એસડીએમ કાર્યાલયમાં કાર્યરત છે જયારે તેની માતા શિક્ષણ વિભાગમાં. કાકા પ્રવીણ માંડા પોલીસ વિભાગમાં છે જયારે બીજા કાકા રાજવીર માંડા કો-ઓપરેટીવ બેંકમાં ચેરમેન છે.