દિલધડક સ્ટોરી નારી વિશે પ્રેરણાત્મક

બસ કંડકટરની દીકરી બની દેશની શક્તિશાળી IPS અધિકારી, નાની ઉમરમાં પપ્પાના સપના પુરા કર્યા- પ્રેરણાદાયક સ્ટોરી

જીવનમાં જો સફળતાની સીડી ચઢવી હોય તો તેના માટે પહેલા સપના જોવા જઈએ. પરંતુ તે સપનાને પુરા કરવા બહુજ મુશ્કેલ છે. પરંતુ તે જ સપનું જયારે હકીકત બની જાય ત્યારે હરખનો કોઈ પાર નથી રહેતો.

 

View this post on Instagram

 

‘Goodness finds its way…always’🤪 #diaryofapoliceofficer #experiencesforlife #drugsarethugs #foodforthought #pahadiswag

A post shared by Shalini Agnihotri (@true_blue_shadow) on

આજે આપણે દેશની એક એવી દીકરી વિષે જાણીશું કે જેને બાળપણમાં જ સપનું જોયું હતું કે તે મોટી થઈને પોલીસમાં જઈને દેશની સેવા કરશે. ત્યારે આ દીકરીએ સપનાંને હકીકતમાં બદલી નાખી છે. આજે આ દીકરી આઇપીએસ ઓફિસર બની ગઈ છે. ત્યારે હવે શાલિનીને સર્વ શ્રેષ્ઠ આઇપીએસ ટ્રેની તરીકે પસંદગી કરવામાં આવી છે.

 

View this post on Instagram

 

#candidkullu#khakilove

A post shared by Shalini Agnihotri (@true_blue_shadow) on

29 વર્ષીય શાલિની અગ્નિહોત્રીન સર્વશ્રેઠ ટ્રેની ઓફિસરને કારણે પ્રધાનમંત્રી બેટન અને ગૃહમંત્રીની રિવોલ્વર પણ આપવામાં આવી છે.

શાલીન પરિવારની વાત કરવામાં આવે તો શાલિનીનો જન્મ 14 જાન્યુઆરી 1989માં થયો હતો. તેને બાળપણથી જ માતા-પિતાનો સપોર્ટ મળ્યો હતો. શાલિનીની પિતા બસમાં કંડકટર છે, જયારે તેની માતા હાઉસવાઈફ છે. શાલિની હિમાચલના ઉનાના ઠઠલ ગામની વતની છે.

શાલિનીના માતા-પિતાએ જણાવ્યું હતું કે, શાલિનીની ગણતરી હંમેશા હોશિયાર વિધાર્થી તરીકે થતી હતી. શાલિનીનું સ્કૂલ અને કોલેજમાં પ્રદર્શન સારું રહેતું હતું.

શાલિનીએ ધર્મશાળાની સ્કૂલમાં શિક્ષણ લીધું હતું. ત્યારબાદ હિમાચલ પ્રદેશની એગ્રિકલચર યુનિવર્સીટીથી તેનું ગ્રેજ્યુએશનનું ભણતર પૂરું કર્યું હતું. શાલિનીએ જણાવ્યું હતું કે, મારા માતા-પિતા મારી તાકાત છે. કારણકે તેને મને આઝાદી આપી અને ભણતર પૂરું કર્યું. જેની મદદથી હું મારા સપના પૂરું કરી શકું.

શાલિનીએ જણાવ્યું હતું કે, મેં જયારે યુપીએસસીની પરીક્ષાની તૈયારી શરૂ કરી ત્યારે મેં વિચાર્યું હતું પણ કોઈને કહ્યું ના હતું. ત્યાં સુધી કે મેં મારા પરિવારને પણ આ બાબતે જણાવ્યું ના હતું.કારણકે હું જાણતી હતી કે, આ દેશની સૌથી કઠિન પરીક્ષા પૈકી એક છે. ઘણા લોકો આ પરીક્ષા પાસ કરવા માટે વર્ષોથી મહેનત કરતા હોય છે.

જણાવી દઈએ કે, શાલિનીએ મે 2011માં યુપીએસસીની પરીક્ષા આપી હતી. માર્ચ 2012માં ઇન્ટરવ્યૂ આપ્યું હતું. મેં 2012માં રિઝલ્ટ આવ્યું હતું. જેમાં શાલીનીએ ઓલ ઇન્ડિયા લેવલ પર 285 રેન્ક હાંસિલ કર્યો હતો.

શાલિનીએ 2012માં હૈદરાબાદમાં ટ્રેનિંગ જોઈન કરી હતી. તેણીએ 148 બેચ હતી. જેમાં તે ટોપર રહી હતી. હાલ શાલિની કુલ્લુ જિલ્લામાં સુપ્રિટેન્ડેન્ટ ઓફ પોલીસ તરીકે સેવા આપે છે. તેણીએ સૌથી પહેલા સિમલામાં સહાયક પોલીસ અધિક્ષક તરીકે તૈનાત કરવામાં આવી હતી.

શાલીનીએ આઠ વર્ષની આંધળી બાળકીની હત્યા અને રેપ મામલામાં કામ કર્યું હતું. જેમાં તેને દોષીઓને સજાફટકારી હતી. તેણીનું કહેવું છે કે, જયારે આરોપીઓને સજા મળે છે, ત્યારે ખાખી વર્દી પહેરી લોકોની સેવા કરવામાં ઈરાદો વધારે મજબૂત થાય છે.

એક નાના ગામમાંથી નીકળેલી આઇપીએસ શાલિનીનું કહેવું છે કે, આ વાતથી કોઈ ફર્ક નથી પડતો કે તમે ક્યાંથી આવો છો. પરંતુ એ વાતથી ફર્ક પડે છે કે, તમે ક્યાં સપના લઈને જીવો છો.

શાલિની તેના ગામની પહેલી આઇપીએસ ઓફિસર છે.
Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.
આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks