ખબર

શ્રમિકોને નડ્યો અકસ્માત, લોકડાઉનને કારણે જઇ રહ્યા હતા અને અચાનક રસ્તામાં પલટી બસ

દિલ્હીમાં કેજરીવાલ સરકાર દ્વારા લોકડાઉન કરી દેવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દિલ્હીમાંથી હજારોની સંખ્યામાં પ્રવાસી શ્રમિકો પોતાના વતન તરફ નીકળી પડ્યા છે. ત્યારે મધ્ય પ્રદેશમાં પ્રવાસી શ્રમિકોને લઈ જતી એક બસનો અકસ્માત થયો છે.

Image source

મધ્ય પ્રદેશના ટિકમગઢમાં આજે એક મોટો અકસ્માત થયો. દિલ્લીથી પ્રવાસી મજૂરોને લઇને બસ મધ્ય પ્રદેશના ટિકમગઢ અને છતરપુર જઇ રહી હતી. અચાનક બસ પલટી ખાઇ જવાથી 3 લોકોની મોત થઇ ગઇ હતી.

Image source

કોરોના વાયરસના કારણે દેશમાં દિવસેને દિવસે પરિસ્થિતિ ખરાબ થઈ રહી છે ત્યારે જુદા જુદા રાજ્યોમાં ફરીથી લોકડાઉન કરવાનો નિર્ણય કરવામાં આવ્યો છે ત્યારે દેશમાં ફરીથી વર્ષ 2020 જેવા જ કરૂણ દ્રશ્યો સર્જાઇ રહ્યા છે.

Image source

દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલે કોરોનાના વધતા કેસને ધ્યાને લઇને 26 એપ્રિલ સુધી લોકડાઉન લગાવવાનો નિર્ણય કર્યો છે. દિલ્હીમાં બસ, ટ્રેન, હવાઇ જહાજ અને અન્ય સાધનોને છૂટ આપવામાં આવી છે, ત્યાં જ મેડિકલ અને અતિ આવશ્યક સેવાઓને છોડીને બાકી સેવાઓને બંધ કરવામાં આવી છે.