ખબર

Breaking news : અખબારનગર અંડરપાસ પાસે દિવાલમાં ઘુસી ગઈ BRTS અને બે ફાડિયા થયા- જુઓ વિડીયો

અમદાવાદમાં બીઆરટીએસ અકસ્માત માટે જાણીતી છે. આજે અમદાવાદના અખબાર નગર વિસ્તારમાં અજીબો-ગરીબ અકસ્માત થયો હતો.

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, બપોરના સમયે અખબારનગર અન્ડરબ્રિજમાં આખી બીઆરટીએસ બસ ઘુસી જતા બસના બે ભાગ થઈ ગયા હતા. આ અકસ્માતને પગલે 2 લોકોને ઇજા થઇ હતી. આ પૈકી ડ્રાઈવરને ગંભીર ઇજા પહોંચી હતી.

ઘાયલ લોકોને હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. પ્રાથમિક તપાસમાં બહાર આવ્યું છે કે, ટૂ વ્હીલર ચાલકને બચાવવા જતા ડ્રાઇવરનો સ્ટિયરિંગ પરનો કાબુ ગુમાવી દીધો હતો અને આ અકસ્માત સર્જાયો હતો.  મળતી માહિતી અનુસાર, બીઆરટીએસ ઓવર સ્પીડ અને સ્ટિયરિંગ લોક થવાને કારણે ડિવાઈડર પર ચડી અથડાઈ હતી. જેને લઈને બસના 2 ભાગ થઇ ગયા હતા. સદનસીબે બધા પેસેન્જર પ્રગતિનગર પાસે ઉતરી જતા મોટી જાનહાની ટળી હતી. આ અકસ્માત એટલો ગંભીર હતો કે, બસ ડ્રાઈવર સાઈડથી 9 ફૂટ સુધી ચિરાઈ ગઈ હતી. ડેપોમાં જઈ રહી હતી ત્યારે આ અકસ્માત સર્જાયો હતો.

Image source

જણાવી દઈએ કે, થોડા દિવસ પાલી જિલ્લામાં જયપુર-અમદાવાદ નેશનલ હાઈવે-162 પર સાંડેરાવ ગામ પાસે ભયંકર અકસ્માત થયો હતો. આ અકસ્માતમાં બેનાં મોત અને 11 લોકો ઘાયલ થયા હતા.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)