અંબાજીના ત્રિશૂલિયા ઘાટ પર બસ ડ્રાઈવરે રીલ બનાવીને 4 બમ્પ કુદાવ્યા, 6નાં મોત; જુઓ દર્દનાક તસવીરો

હાલમાં જ યાત્રાધામ અંબાજી નજીક ત્રિશૂલિયા ઘાટ પાસેથી અકસ્માતની ઘટના સામે આવી, શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસને અકસ્માત નડતા 6નાં મોત થયા જ્યારે 35 લોકો ઇજાગ્રસ્ત થયાં છે. ​​​​ અંબાજીથી દાંતા વચ્ચે આ અકસ્માત સર્જાયો હતો. બસમાં સવાર એક મુસાફર અનુસાર, અમે લોકોએ ના પાડી હોવા છતાં ડ્રાઈવર રીલ બનાવી રહ્યો હતો, તેણે 4 બમ્પ કુદાવ્યા અને બાદમાં બસ પલટી મારી ગઈ.

અકસ્માત બાદ ડ્રાઈવર ત્યાં નહોતો ફરાર થઈ ગયો હતો. પ્રાપ્ત જાણકારી અનુસાર, અંબાજી દાંતા વચ્ચે ત્રિશૂલિયા ઘાટ પાસે હનુમાન મંદિર પાસે શ્રદ્ધાળુઓથી ભરેલી લક્ઝરી બસ રેલિંગ સાથે અથડાતા રેલિંગ તૂટી ગઇ હતી. પ્રાથમિક માહિતી અનુસાર બસ ડ્રાઇવર નશામાં હોવાનું સામે આવ્યુ છે.

ખેડાના કઠલાલ ગામના લોકો અંબાજી દર્શન કરીને પરત ફરી રહ્યા હતા તે સમયે અકસ્માતનો ભોગ બન્યા. મુસાફરો અનુસાર, ડ્રાઇવરે નશો કર્યો હતો અને તે બેદરકારીથી બસ હંકારી રહ્યો હતો. વળાંકમાં ડ્રાઈવર કટ મારતો હતો અને અકસ્માત થયો, આમાં ડ્રાઈવરનો જ વાંક હતો. 50થી 52 લોકો બસમાં સવાર હતા, જેમાંથી 6ના મોત થયા હોવાનું 35 જેટલા ઇજાગ્રસ્ત થયા હોવાનું સામે આવ્યુ છે.

કઠલાલના શાહપુરના 3 ભક્તો જ્યારે નાની શાહપુરાના અન્ય ભક્તો તેમજ આસપાસના ગામના અન્ય ભક્તો બસમાં સવાર હતા. અંબાજી દર્શન કરી પરત ફરતા સમયે આ અક્સ્માત સર્જાયો. ત્યારે અકસ્માતના સમાચાર બાદ ગામમાં શોકનું મોજું ફરી વળ્યું હતુ.

Shah Jina