ડ્રોન કેમેરાથી જુઓ બુર્જ ખલીફાનો ઉપરથી લઈને નીચે સુધીનો નજારો, જોતા જોતા જ ચક્કર ના આવી જાય તો કહેજો, વાયરલ થઇ રહ્યો છે વીડિયો

દુનિયાની સૌથી ઊંચી ઇમારતોમાંથી એક એવી બુર્જ ખલીફા જોવાનું દુનિયાભરના લોકોનું સપનું હોય છે. દુબઈમાં આવેલી આ ઇમારત ખુબ જ ખાસ છે અને દુબઇ જતા પ્રવાસીઓ પણ અચૂક આ ઇમારતની મુલાકાત લેતા હોય છે. ઇન્ટરનેટ ઉપર પણ બુર્જ ખલીફાના ઘણા બધા વીડિયો પણ વાયરલ થતા હોય છે જેને લોકો જોવાનું ખુબ જ પસંદ પણ કરે છે, ત્યારે હાલ જે વીડિયો સામે આવ્યો છે તેને જોઈને તમારા પણ હોંશ ઉડી જશે.

ડ્રોન પાયલોટ આન્દ્રે લાર્સને આ વીડિયોને તેના ડ્રોન કેમેરામાં કેદ કર્યો છે. તેણે એક વિડિયો શેર કર્યો જેમાં એક ડ્રોન બુર્જ ખલીફા ઉપર ઉપરથી નીચે સુધી ઉડતું બતાવવામાં આવ્યું છે, જે એક અદ્ભુત દૃશ્ય કેપ્ચર કરે છે. રૂંવાડા ઉભા કરી દેનારો આ વીડિયો શેર કરતા તેણે લખ્યું, “તમે વિશ્વની સૌથી ઉંચી ઈમારત પરથી પડી રહ્યા છો.” વીડિયો ક્લિપ બિલ્ડિંગની ટોચ બતાવવાનું શરૂ કરે છે અને ટૂંક સમયમાં સુંદર સ્ટ્રક્ચરને પકડવા માટે ડ્રોન નીચે ખસે છે.

આ વીડિયો 8 સપ્ટેમ્બરે શેર કરવામાં આવ્યો છે. આ ક્લિપ પોસ્ટ થઈ ત્યારથી વાયરલ થઈ ગઈ છે. અત્યાર સુધીમાં, તેને લગભગ 20 લાખથી વધુ વખત જોવામાં આવી છે અને આ સંખ્યા સતત વધી રહી છે. આ વીડિયો ઉપર લોકો પોતાની અલગ અલગ પ્રતિક્રિયાઓ પણ આપતા જોવા મળી રહ્યા છે. લોકોને આ વીડિયો એ હદ સુધી પસંદ આવી રહ્યો છે કે પોતાને કોમેન્ટ કરતા રોકી શક્યા નથી.

 

View this post on Instagram

 

A post shared by ANDRÉ LARSEN (@andre_larsen)

એક ઇન્સ્ટાગ્રામ યુઝરે પોસ્ટ કર્યું, “એપિક ડાઇવ,” બીજાએ લખ્યું, “ગ્રહ પર શ્રેષ્ઠ ડ્રોન પાઇલટ,” ત્રીજાએ લખ્યું, “લાઇક,” ચોથાએ લખ્યું, “ફેન્ટાસ્ટિક,” ઘણા હૃદયપૂર્વક અથવા તાળીઓ પાડીને શેર કરીને પોતાની પ્રતિક્રિયાઓ દર્શાવી રહ્યા છે. આ વીડિયોને જોવો પણ દરેક માટે લ્હાવો છે.

Niraj Patel