અમદાવાદ : પ્રેમલગ્નનો કરુણ અંત ! પતિએ માર મારતા યુવતીનું મોત ? પોલીસે અટકાવી યુવતીની દફનવિધિ

ચોંકાવનારો કિસ્સો / અમદાવાદના જુહાપુરામાં પોલીસે અટકાવી યુવતીની દફનવિધિ, કારણ ચોંકાવનારું

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

છેલ્લા ઘણા સમયથી આજના યુવક-યુવતીના ભાગીને પ્રેમલગ્ન કરવાના ઘણા કિસ્સા સામે આવે છે, જેમાં કેટલીકવાર હત્યા અને આત્મહત્યા સુધી પણ વાત પહોચી જતી હોય છે. ત્યારે હાલમાં પ્રેમ લગ્ન કરનાર યુવતીઓ માટે એક ચોંકાવનારો કિસ્સો અમદાવાદમાંથી સામે આવ્યો છે. જુહાપુરામાં રહેતી એક યુવતીએ થોડા સમય પહેલા ગોધરાનાં સાહિલ સાથે ભાગીને પ્રેમ લગ્ન કર્યા હતા.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

જો કે, યુવક દ્વારા યુવતીને પ્રેમજાળમાં ફસાવી લગ્ન કરવામાં આવ્યા હતા. પણ લગ્નને પાંચ મહિના જેટલો જ સમય થયો હતો કે સાહિલ દ્વારા યુવતી પર અત્યાચાર ગુજારવાનું ચાલુ થઇ ગયુ. પાંચ મહિનાં સુધી લગ્ન જીવન સારૂ ચાલ્યા પછી અચાનક જ ઉથલ પાથલ સર્જાઇ અને સાહિલ દ્વારા જે અત્યાચાર કરવામાં આવ્યો હતો, તેનો અંતિમ વિડિયો પણ યુવતિએ બનાવ્યો હતો.

તસવીર સૌજન્ય : વીટીવી ન્યુઝ

મૃતક યુવતીનાં પરિવારજનોનો આક્ષેપ છે કે સાહિલ દ્વારા યુવતીને માર મારતા તેનું મોત નિપજ્યું છે. યુવતિએ જે વીડિયો બનાવ્યો છે, તેમાં તે કહી રહી છે કે મારો પતિ સાહિલ મને ખૂબ જ મારે છે અને નણંદ અને સાસુ ઘરમાં બે જણ છે. જો કે, આ મામલે પોલીસને જાણ કરાયા બાદ તેઓએ યુવતીનાં મોત બાદ દફનવિધિ અટકાવી હતી અને મૃતદેહને પીએમ માટે મોકલ્યો હતો. હાલ તો આ મામલે પોલિસ તપાસ ચાલી રહી છે.

હવેથી રોજ તમારું દૈનિક રાશિફળ, મજેદાર જોક્સ, સુવિચાર તથા લેટેસ્ટ ન્યુઝ સીધા જ તમારા મોબાઈલમાં મેળવવા 👉 અહીં ક્લિક કરીને જોડાઓ ગુજ્જુરોક્સ વૉટ્સએપ ચેનલમાં

Shah Jina