8 વર્ષ જૂના પ્રેમથી દગો, કિન્નર સાથે પ્રેમીએ કરી એવી હરકત કે જોઇને તમારો પણ પિત્તો છટકી જશે

લિવ ઇનમાં રહી રહેલી કિન્નરને મળ્યો દગો : કિન્નર સાથે પ્રેમીએ કરી એવી હરકત કે જોઇને તમારો પણ પિત્તો છટકી જશે

ગુજરાત સમેત દેશભરમાંથી અવાર નવાર પ્રેમી-પ્રેમિકાને લગતા એવા એવા કિસ્સા સામે આવે છે કે ઘણીવાર તો સાંભળી આપણે પણ ચોંકી જઇએ છીએ. ઘણીવાર પ્રેમમાં દગો આપવાના કિસ્સાઓ પણ સામે આવે છે, ત્યારે હાલમાં એક કિસ્સો સામે આવ્યો છે, જેમાં એક કિન્નર કે જે આઠ વર્ષથી તેના પ્રેમી સાથે લિવ ઇનમાં રહેતી હતી. તે પ્રેમી સંબંધના નામે છેતરીને 13 લાખની ઉચાપત કરીને ભાગી ગયો. હૈદરાબાદમાં રહેતી કિન્નર શબનમ ખાનને બુરહાનપુરના મહોદ ગામના યુવક ઝુબેર સંબંધના નામે છેતરીને 13 લાખની ઉચાપત કરીને બુરહાનપુર ભાગી ગયો હતો.

જે બાદ શબનમે યુવકનું સરનામું શોધવા સોશિયલ મીડિયાનો સહારો લીધો હતો અને યુવકનું સરનામું શોધી કાઢ્યું હતું. સબનમ બુધવારે બુરહાનપુરની એસપી ઓફિસ પહોંચી અને અહીં પહોંચ્યા બાદ તેણે ઝુબેર વિશે ફરિયાદ કરી હતી. શબનમે ઝુબેર પર 10 લાખ રૂપિયા રોકડા અને 3 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરવાનો આરોપ લગાવ્યો છે. ત્યાં ફરિયાદ પછી એસપીએ પોલીસ સ્ટેશન શાહપુરને આ મામલે તપાસ કરવા અને યુવક વિરુદ્ધ કેસ નોંધવાનો નિર્દેશ આપ્યો છે.

વાસ્તવમાં હૈદરાબાદની રહેવાસી શબનમ કિન્નર સમાજની છે. તે પોતે પણ કિન્નર છે, તેણે જણાવ્યું કે બુરહાનપુરના શાહપુર સ્થિત મોહદ ગામનો રહેવાસી ઝુબેર તેની સાથે 8 વર્ષથી લવ-ઇન રિલેશનમાં રહેતો હતો. શબનમ ઝુબૈરને તેનો પતિ માનતી હતી, પરંતુ ઝુબૈર અવારનવાર તેને મારતો હતો અને તેના પર પાબંધી લગાવતો હતો, જેના કારણે શબનમ તેનાથી દૂર થઈ ગઈ હતી. આ પછી 25 ઓક્ટોબરે શબનમ હૈદરાબાદમાં તેના ઘરે ન હતી

ત્યારે ઝુબેરે ઘરમાં રાખેલા 3 લાખ રૂપિયાના સોનાના દાગીના અને 10 લાખ રૂપિયાની રોકડની ચોરી કરી હતી અને ફરાર થઈ ગયો હતો. ઝુબૈરે હૈદરાબાદમાં શબનમના ઘરેથી 10 લાખ રૂપિયા રોકડા અને 3 લાખ રૂપિયાના દાગીનાની ચોરી કરી હતી. ઝુબેર ત્યાંથી ભાગી ગયો હતો. જે બાદ ઝુબૈરે પોતાનો મોબાઈલ પણ સ્વીચ ઓફ કરી દીધો હતો. શબનમે ઝુબેરને શોધવાનું મન બનાવ્યું, પણ તેની પાસે ઝુબેરના ઘરનું સરનામું નહોતું. આ પછી શબનમે સોશિયલ મીડિયાનો સહારો લીધો અને ઝુબેરનું સરનામું શોધી કાઢ્યું.

જે બાદ શબનમ ફરિયાદ કરવા બુરહાનપુર પહોંચી અને એસપીને ફરિયાદ કરી. શબનમે જણાવ્યું કે ઝુબૈર 15 દિવસ તેની સાથે રહેતો હતો, 15 દિવસ બુરહાનપુરમાં રહેતો હતો અને તે મને સતત મારતો હતો. તે મને હેરાન કરતો હતો, પરંતુ હું તેને મારા પતિ માનતી હતી. તે મને મારતો હતો. 25 ઓક્ટોબરે હું કિન્નર સંમેલનમાં ગઇ હતી ત્યારે તે મારા ઘરે આવ્યો અને તકનો લાભ લઈ ઘરમાંથી લૂંટ કરી ભાગી ગયો હતો. સબનમ કહે છે કે હવે મને ન્યાય જોઈએ છે અને તેની સામે કાર્યવાહી જોઈએ છે.

Shah Jina