ચોર ચોરી કરવાનું ભૂલી ગયો જ્યારે તેણે ઘરમાં દેખી અનોખી વસ્તુ, લોકો બોલ્યા- ક્યા ચોર બનેગા રે તુ

ચોરી કરવા આવ્યો ચોર, બેસીને વાંચવા લાગ્યો બુક, વાયરલ થઇ ઘટના તો લોકોએ કરી મજેદાર કમેન્ટ

સામાન્ય રીતે ચોરી અને લૂંટના બનાવોમાં લૂંટારુઓ ઘરમાં ઘૂસી જાય છે અને જે કાંઈ હાથ લાગે તે લઈને ફરાર થઈ જતા હોય છે. ચોર એવી જગ્યાએ વધુ સમય વિતાવવા માંગતો નથી જે તેના માટે ખતરાથી ભરેલી હોય. તેમ છતાં કેટલાક ચોર અલગ પ્રકારના હોય છે, જેઓ ભૂલી જાય છે કે તેમના અહીં આવવાનો હેતુ શું હતો…રોમના એક ચોરે કંઈક આશ્ચર્યજનક કર્યું અને હવે તેની કહાની સોશિયલ મીડિયા પર સામે આવતા વાયરલ થઇ ગઇ છે.

File Pic

આ વિચિત્ર ઘટનામાં એક ચોર કથિત રીતે ફ્લેટમાં ઘૂસીને પોતાનું મિશન ભૂલી ગયો અને એ પણ એક બુક માટે… 38 વર્ષીય ચોર કથિત રીતે રોમના પ્રેતિ જિલ્લાના એક એપાર્ટમેન્ટમાં બાલ્કનીમાંથી પ્રવેશ્યો હતો. જો કે, જ્યારે તેણે બેડસાઇડ ટેબલ પર હોમરના ઇલિયડ વિશે એક પુસ્તક જોયું ત્યારે તેનું ધ્યાન તરત જ ભંગ થઇ ગયુ. જ્યારે ચોર ઘરમાં ઘૂસ્યો તો ઘરના માલિકો હાજર હતા અને તેઓએ અપરાધીનો સામનો કર્યો, જેમની ઉંમર 71 વર્ષની હતી.

રીપોર્ટ અનુસાર, ચોર પુસ્તકમાં એટલો ડૂબેલો હતો કે તે તેની આસપાસની વસ્તુઓથી અજાણ હતો. ચોરની તે જ બાલ્કનીમાંથી ભાગી જવાનો પ્રયાસ કર્યા બાદ ધરપકડ કરવામાં આવી હતી. ચોરનું ધ્યાન ખેંચનાર પુસ્તક જીયોવન્ની નુચી દ્વારા લખાયેલ ધ ગોડ્સ એટ સિક્સ ઓ’ક્લોક હતું. જ્યારે સમાચાર હેડલાઇન્સ બન્યા ત્યારે પુસ્તકના લેખક એ જાણીને ખુશ થયા કે તેમના પુસ્તકે તેનું આટલું ધ્યાન ભંગ કર્યુ હતુ.

File Pic

નુચીએ ઇટેલિયન અખબારને જણાવ્યુ કે આ શાનદાર છે, હું એ વ્યક્તિને મળવા માગુ છુ અને તેને પુસ્તક આપવા માગુ છુ કારણે તેને વાંચતા વાંચતા અડધે રસ્તે ગિરફ્તાર કરવામાં આવ્યો હતો. હું ઇચ્છુ છુ કે તે તેેનેે પૂરુ કરી શકે. ચોરે કથિત રીતે દાવો કર્યો હતો કે તે એ જ બિલ્ડિંગમાં રહેતા મિત્રને મળવા માટે બાલ્કની પર ચઢ્યો હતો.

Shah Jina