ખબર

બંજી જમ્પિંગ માટે ઘણી ઊંચાઇએથી લગાવ્યો જમ્પ, પરંતુ અધવચ્ચે દોરડું ખુલ્યુંને….

આજે લગભગ બધા લોક બંજી જમ્પિંગ બાબતે જાણતા હશે.  ત્યારે બંજી જમ્પિંગનો એક ભયાનક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે.  આ એક એવી ઘટના છે જેમાં અજીબો-ગરીબ ખેલ છે. જેમાં એક સાથે ઘણા લોકોના શ્વાસ અધર થઇ જાય છે. પરંતુ લોકો ભરપૂર ફાયદો ઉઠાવતા હોય છે.

Image Source

સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયો પોલેન્ડનો છે. જેમાં ગૈડનીયાના રેડી યુરોપી થીમ પાર્કમાં 39 વર્ષનો યુવાન બંજી જમ્પિંગ કરવા ગયો હતો. આ યુવાનને દોરથી બાંધ્યા બાદ 92 મીટરની ઊંચાઈ પર છલાંગ લગાવી હતી. પરંતુ પચ નીચે આવતી સમયે છેલ્લા મુવમેન્ટ સમયે વચ્ચે હવામાં દોરીએ દગો દીધો હતો. દોરી તૂટતાં આ યુવાન નીચે પડ્યો હતો.  યુવાન ગંભીર અવસ્થામાં નીચે પડતા સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.

Image Source

બંજી જમ્પીં કરી રહેલો શખ્સ જમીન પર પડ્યો હતો. બંજી જમ્પિંગના આ નજરો જોઈને ત્યાં રહેલા સેંકડો લોકોના શ્વાસ અધ્ધર થઇ ગયા હતા.  આ ઘટના સમયનો પૂરો વિડીયો બન્યો હતો. તો સાથે જ વીડિયોમાં આ દુર્ઘટનાને પણ રેકોર્ડ કરવામાં આવી હતી. આ ઘટના લગભગ સાંજે 6 વાગ્યાની આસપાસ થઇ હતી.

અધિકારીઓએ આ બાબતે જણાવ્યું હતું કે, પોલીસ બંજી લાઈન પર તપાસ હાથ ધરી હતી, પરંતુ હજુ સુઘી આ મામલે કોઈ ખાસ વાત સામે નથી આવી કે ક્યાં કારણે દુર્ઘટના થઇ હતી. સાથે જ અધિકારીઓએ જણાવ્યું હતું કે, કૂદવાના સમયે યુવકે દારૂ પીધો હતો કે નહીં.

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો, અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર. જો તમને આ લેખ ગમ્યો હોય તો શેર કરી વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય ફેસબુક પેજ “GujjuRocks” લાઈક કરી જોડાઓ તથા હવે અમારા દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા માટે અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks