ખુબ જ દર્દનાક ઘટના: બંજી જંપિંગમાં દોરડું બાંધ્યા વગર જ કૂદી પડી આ 25 વર્ષની યુવતી અને પછી હવામાં જ ઉડી ગયું પ્રાણપંખેરુ

ઇન્સ્ટ્રક્ટરે પ્રેમીને કૂદવા માટે કહ્યું અને કૂદી ગઈ પ્રેમિકા, હવામાં જ થઇ ગયું મોત, વીડિયો જોઈને હચમચી ઉઠશો, જુઓ લાઈવ

આજના યુવાધનને એડવેન્ચરનો ખુબ જ શોખ હોય છે. એડવેન્ચરનો આનંદ માણવા માટે લોકો ક્યાંના ક્યાંય પહોંચી જાય છે, પરંતુ ઘણીવાર એડવેન્ચર જોખમ કારક પણ સાબિત થાય છે અને ઘણીવાર જીવ પણ ચાલ્યો જતો હોય છે. આવી જ એક ઘટના હાલ સામે આવી છે, જેમાં બંજી જંપિંગમાં દોરડું બાંધ્યા વગર જ એક 25 વર્ષની યુવતી કૂદી પડી અને અને હવામાં જ તેનું મોત થઇ ગયું હતું.

આ ઘટના બની છે કોલમ્બિયામાં, જ્યાંના એન્ટીઓકવિયા વિસ્તારના યેસેનિયા મોરાલેસ ગોમેજ પોતાના પ્રેમી સાથે બંજી જંપિંગની તૈયારી કરી રહી હતી. આ દરમિયાન જ પરિશિક્ષકની વાતોથી ભ્રમિત થઈને યેસેનિયા કૂદી ગઈ અને લગભગ 160 ફૂટ નીચે જઈને પડી ગઈ.

તેનો પ્રેમી પણ તરત તેની પાસે પહોંચ્યો તેને સીપીઆર આપવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ તે પહેલાથી જ મરી ચુકી હતી. ઘટના સ્થળ ઉપર પહોંચ્યા બાદ અમાગાના ફાયર બ્રિગેડના કર્મીઓએ કહ્યું કે દુઃખની વાત છે કે મહિલાનું મોત થઇ ચૂક્યું છે. અને અમે બાદમાં તેના શબને મેળવી લીધું છે. તે સમયે લોકોને લાગ્યું કે તેનું મોત નીચે પડવાના કારણે થયું છે.

પરંતુ જયારે મેડિકલ રિપોર્ટ આવ્યો ત્યારે ખબર પડી કે તેનું મોત નીચે પડવાના કારણે નહિ પરંતુ હૃદય રોગના હુમલાના કારણે થઇ ગયું છે. રિપોર્ટ પ્રમાણે યેસેનિયાને જયારે નીચે કૂદકો માર્યા બાદ ખબર પડી કે તેને દોરડું નથી બાંધ્યું તો તેને હાર્ટ એટેક આવી ગયો અને જમીન ઉપર પડતા પહેલા જ તેનું મોત થઇ ગયું.

તો આ બાતે એવું પણ જણાવા મળી રહ્યું છે કે ઇન્સ્ટ્રક્ટરે તેના બોયફ્રેન્ડને કૂદવા માટે કહ્યું હતું, કારણ કે તેને સુરક્ષા ઉપકરણ પહેરી રાખ્યા હતા, પરંતુ બોયફ્રેન્ડની જગ્યાએ યુવતી કૂદી ગઈ અને તેનું મોત થઇ ગયું. આ ઘટનાનો વીડિયો પણ સોશિયલ મીડિયામાં વાયરલ થઇ રહ્યો છે.

Niraj Patel