આ હોટલ છે એવી જ્યાં બુલેટ ટ્રેન લઈને આવે છે ટેબલ સુધી જમવાનું, પરંતુ ગ્રાહકોએ કરવું પડે છે આ એક કામ જાતે, જુઓ વીડિયો

આજે ટેક્નોલોજી ખુબ જ વિકસી ગઈ છે, મોટી મોટી હોટલમાં પણ હવે ટેક્નોલોજીનો ભરપૂર ઉપયોગ થવા લાગ્યો છે, ઘણી હોટલમાં તમે જોયું હશે કે જમવાનું પીરસવા માટે રોબોર્ટ રાખવામાં આવતો હોય છે, પરંતુ હાલ એક એવી હોટલનો વીડિયો વાયરલ થઇ રહ્યો છે, જ્યાં જમવાનું હોટલ નહિ પરંતુ બુલેટ ટ્રેન લઈને આવે છે.

આજે માણસ એટલો આધુનિક બની ગયો છે કે તે સ્પર્ધામાં એક પદ્ધતિ અપનાવી રહ્યો છે. આવી સ્થિતિમાં અલગ-અલગ પ્રકારના મશીનોનો પણ ઉપયોગ કરવામાં આવી રહ્યો છે. આવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે, જેમાં જુગાડ ટેકનિક દ્વારા ગ્રાહકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઈન્સ્ટાગ્રામ પર શેર કરવામાં આવ્યો છે અને યૂઝર્સ દ્વારા તેને ઘણો પસંદ કરવામાં આવી રહ્યો છે.

યાંત્રિક યુગ માનવીઓ માટે જોખમી બની રહ્યો છે. એવી ટેક્નોલોજી આવી છે, જેમાંથી માણસોની રોજગારી છીનવાઈ ગઈ છે. એવું લાગે છે કે મશીન માનવ પર પ્રભુત્વ ધરાવે છે. કેટલીક એવી રેસ્ટોરન્ટ્સ છે જ્યાં ભોજન પીરસવા માટે વેઈટર્સને બદલે રોબોટનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે, પરંતુ એક એવી રેસ્ટોરન્ટ છે જ્યાં માઈક્રો બુલેટ ટ્રેન દ્વારા ગ્રાહકોને ભોજન પીરસવામાં આવી રહ્યું છે. આ ટ્રેન ગ્રાહકોને ભોજન પહોંચાડે છે.

આ રેસ્ટોરન્ટ ક્યાંની છે તે જાણી શકાયું નથી, પરંતુ તે કદાચ દક્ષિણ એશિયાના કોઈ દેશની હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. વીડિયોમાં ગ્રાહકોને મોટા ટેબલની કિનારે બેસીને ઓર્ડરની રાહ જોતા જોઈ શકાય છે. વીડિયોમાં જોવા મળે છે કે ટેબલ પર ચાલતી વખતે એક માઇક્રો બુલેટ ટ્રેન એક છેડે આવીને થંભી જાય છે. બે યુવકો ઉભા થાય છે અને તેમાંથી તેમની પ્લેટો ઉતારે છે. આ વીડિયો સોશિયલ મીડિયામાં ખુબ જ વાયરલ થઇ રહ્યો છે અને લોકો અલગ અલગ પ્રતિભાવ પણ આપતા જોવા મળે છે.

Niraj Patel