1986માં માત્ર આટલા રૂપિયામાં આવતુ હતુ Bullet 350cc, બિલ વાયરલ થયા બાદ લોકો પણ ચોંકી ઉઠ્યા

વાયરલ થયુ પપ્પાના જમાનાની Bulletનું જૂનું બિલ, અઢી લાખ વાળું બુલેટ ફક્ત આટલા સસ્તામાં મળતું હતું, ઝૂમી ઉઠશો જોઈને

જે લોકો એક લાંબું જીવન ગુજારી ચૂક્યા છે, તે સારી રીતે જાણે છે કે તેમના દોરથી લઇને આજના દોરમાં ઘણુ બધુ બદલાઇ ગયુ છે. સૌથી વધારે બદલાવ તો વસ્તુની કિંમતમાં આવ્યો છે. પહેલા ઇન્ટરનેટ પર 1985ના રેસ્ટોરન્ટ બિલથી લઇને 1937ના સાઇકલ બિલ સુધી ઘણુ વાયરલ થઇ ચૂક્યુ છે. આ બિલને જોઇને સમજ આવે છે કે જમાનો કેટલો બદલાઇ ગયો છે. ત્યારે હવે આ કડીમાં સોશિયલ મીડિયા પર રોયલ ઇન ફીલ્ડ બુલેટનું એક જૂનું બિલ વાયરલ થઇ રહ્યુ છે. બુલેટ બાઇના હંમેશા લોકો દીવાના રહ્યા છે.

તેના લુક, પાવર અને સાઉન્ડને કારણે લાંબા સમયથી આ બાઇકે લોકો પર પોતાનો ખાસ પ્રભાવ બનાવી રાખ્યો છે. સોશિયલ મીડિયા પર આ દરમિયાન 35 વર્ષ પહેલા ખરીદવામાં આવેલ બુલેટનું એક બિલ વાયરલ થઇ રહ્યુ છે. નવી પેઢીના લોકો આ વાયરલ બિલ પર બુલેટની કિંમત જોઇ હેરાન રહી ગયા છે. ત્યારે બુલેટ અત્યારની તુલનામાં 13-14 ગણુ સસ્તુ હતુ. સોશિયલ મીડિયા પર વર્ષ 1986નું Bullet 350ccનું બિલ વાયરલ થઇ રહ્યુ છે, જેમાં તેની કિંમત માત્ર 18700 રૂપિયા લખેલી છે.

વર્તમાનમાં Bullet 350ccની શરૂઆતી કિંમત 1.60 લાખ રૂપિયા છે. આ બિલને royalenfield_4567k નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યુ હતુ. આ પોસ્ટના કેપ્શનમાં લખવામાં આવ્યુ હતુ કે, 1986માં રોયલ ઇન ફિલ્ડ 350CC. તમે જોઇ શકો છો કે આ બિલ 23 જાન્યુઆરી 1986નું છે. જેને વર્તમાનમાં ઝારખંડની કોઠારી માર્કેટમાં સ્થિત એક અધિકૃત ડિલરનું બતાવવામાં આવી રહ્યુ છે. બિલ અનુસાર, તે સમયે આ બુલેટની કિંમત ઓન રોડ 18800 હતી, જે ડિસ્કાઉન્ટ બાદ 18700 રૂપિયામાં વેચવામાં આવી.

 

View this post on Instagram

 

A post shared by Being Royal (@royalenfield_4567k)

કોઠારી માર્કેટ કોઠારી સ્પોર્ટ્સ દુકાનના સંચાલક રાજેશ કોઠારીએ ન્યુઝ 18 લોકલ સાથે વાત કરતા જણાવ્યુ કે, સંદીપ ઓટો કંપની તેના કાકા ગુલાબ ચંદ કોઠારીની હતી. 1975માં તેની શરૂઆત થઇ હતી. સોશિયલ મીડિયા પર જે બિલ વાયરલ થઇ રહ્યુ છે તે આ જ શોરૂમનું છે.1975માં જ્યારે શોરૂમની શરૂઆત થઇ હતી, તે સમયે તેમણે તેમની પહેલી બુલેટ 9500 રૂપિયામાં ખરીદી હતી. તે સમયે પેટ્રોલ 2.50 રૂપિયા લીટર હતુ.

Shah Jina