UPની જેમ સુરતમાં પણ ચાલ્યુ બુલડોઝર, પથ્થરમારાની ઘટના બાદ ફરી વળ્યું દાદાનું બુલડોઝર; જુઓ વીડિયો

સુરતમાં રવિવારે સૈયદપુરામાં ‘વરિયાવી ચા રાજા’ તરીકે ઓળખાતી ગણેશ પ્રતિમા પર 6 મુસ્લિમ કિશોરોએ પથ્થરમારો કરી તંગદિલી સર્જી હતી. ઘટનાની ગંભીરતાને ઘ્યાને લઇ તંત્ર તાત્કાલિક એક્શનમાં આવી ગયુ અને પથ્થરબાજોની ધરપકડ કરી. ત્યારે પથ્થરમારાની ઘટના બાદ સૈયદપુરામાં ગેરકાયદે મિલકતો પર દાદાનું બુલડોઝર ફરી વળ્યું.

ગત રોજ ગણપતિ મંડળમાં થયેલ ઘટના બાદ સ્થાનિક હિન્દુ સમાજમાં ભારે રોષ જોવા મળ્યો હતો. આ પછી ઉશ્કેરાયેલા ટોળાએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કરી બૂલડોઝર ચલાવવાના નારા લગાવ્યા હતા. ત્યારે આજે સવારથી જ વહીવટી તંત્ર દ્વારા દબાણ થયેલ મિલકતો પર કાર્યવાહી શરૂ કરી દેવામાં આવી.

યુપીમાં જેવી અસામાજિક તત્વો સામે કાર્યવાહી થાય છે તેવી જ સુરતમાં પણ થઇ. પથ્થરમારો જ્યાંથી થયો હતો તે સ્થળ પર પણ પોલીસની ચાંપતી નજર છે. હાલ દબાણ થયેલ મિલકતોને તોડી પાડવામાં આવી રહી છે. લારી-ગલ્લા સહિત દબાણ થયેલ મિલકતોને દૂર કરવામાં આવી રહી છે.

ડીસીપીએ જણાવ્યું કે, સુરત મહાનગરપાલિકાની ટીમ દ્વારા સૈયદપુરા પોલીસ ચોકીની આસપાસ દબાણ કરતી મિલકતોને દૂર કરવાની કાર્યવાહી કરાઇ. કોઈપણ મુશ્કેલી ન થાય એ માટે સ્ટાફને હાજર કરી દેવાયો.

Shah Jina