લોકલ ટ્રેનમાં આ ભાઈ લઈને આવ્યા આખલો, ટ્રેનમાં બાંધ્યો અને મચી ગયો હડકંપ, પેસેન્જર પણ જોઈને ભાગવા લાગ્યા, જુઓ વીડિયો

આપણા દેશના મોટાભાગના લોકો ટ્રેનની અંદર મુસાફરી કરે છે. ટ્રેનની અંદર મુસાફરી કરવી એ પણ એક યાદગાર ક્ષણો હોય છે. જે લોકો રોજ બરોજ મુસાફરી કરતા હશે તેમણે ટ્રેનમાં રોજ અવનવી ઘટનાઓ બનતી જોઈ હશે. ટ્રેનની અંદર લોકો પ્રાણીઓ માટે ઘાસચારો લઇ જતા પણ જોયા હશે, પરંતુ શું તમે ક્યારેય કોઈને ટ્રેનમાં આખલો લઈને મુસાફરી કરતા જોયો છે ? તો હાલ એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક વ્યક્તિ આખલો લઈને લોકલ ટ્રેનમાં ચઢી ગયો હતો.

આ મામલો બિહારના ભાગલપુરના પીરપેંટીનો જણાવવામાં આવી રહ્યો છે, જ્યાં ઈએમયુ પેસેન્જર ટ્રેનના યાત્રીઓ જ્યારે આખલાને ટ્રેનની બોગીમાં ઊભેલા જોઈને ચોંકી ગયા હતા. જ્યાં એક તરફ કેટલાક મુસાફરો કોચમાંથી નીકળીને બીજામાં ગયા, તો અન્ય લોકોએ આ ક્ષણને કેમેરામાં કેદ કરી અને તે બાદ આનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ ગયો. હવે આ વીડિયો સોશિયલ મીડિયાના અલગ-અલગ પ્લેટફોર્મ પર ઘણો જોવા મળી રહ્યો છે.

મીડિયા રિપોર્ટ અનુસાર જમાલપુરથી સાહિબગંજ જતી EMU પેસેન્જર ટ્રેન જ્યારે મંગળવારે મિર્ઝાચોકી સ્ટેશન પર પહોંચી ત્યારે કેટલાક તોફાની તત્વોએ અહીં સ્ટેશન પર એક આખલાને ટ્રેનની અંદર ચઢાવી દીધો. આટલું જ નહીં તેણે આખલાને બોગીમાં જ સીટ સાથે બાંધી દીધો. કોચમાં સવાર લોકો આના પર કશું બોલી શક્યા નહીં! લોકો એક તરફ હસી રહ્યા હતા, તો બીજી તરફ રડતા આખલાને જોઈને ભયનો માહોલ પણ જોવા મળ્યો હતો.

સારી વાત એ હતી કે આગલા સ્ટેશન પર ટ્રેન ઉભી થતાં જ મુસાફરો અને સ્થાનિક લોકોએ મળીને આખલાને ટ્રેનની બોગીમાંથી નીચે ઉતાર્યો હતો. કારણ કે ભાઈ… જો આખલાએ કોઈ પર હુમલો કર્યો હોત તો લોકો ઘાયલ થઈ શક્યા હોત. આ ઘટનાને લઈને જનતા સવાલ પૂછી રહી છે કે જ્યારે ટ્રેનમાં આખલાને ચઢાવવામાં આવી રહ્યા હતા ત્યારે આરપીએફ, જીઆરપીએફ પોલીસ ક્યાં હતી.

Niraj Patel