ઘરવાળાએ દરવાજો ખોલીને રૂમમાં જોયું તો આંખો થઇ ગઈ પહોળી, બેડરુમમાં આરામ ફરમાવી રહ્યો હતો આખલો અને પછી..

ઘરની અંદર બહારથી કૂતરું આવી જાય તો પણ આપણે ઊંચાનીચા થઇ જતા હોય છે, ઘણીવાર એવી પણ બનતું હોય છે કે આપણા ધ્યાન બહાર કેટલાક પ્રાણીઓ ઘરની અંદર આવી જાય છે, અને કેટલીક વસ્તુઓને પણ નુકશાન પહોચાવે છે, પરંતુ ઘરની અંદર સાંઢ ઘુસી જાય તો ? જોઈને જ તમારા શું હાલ થઇ જાય તે કલ્પના કરી શકો છો.

આવી જ એક ઘટના મધ્ય પ્રદેશના રિવામાંથી સામે આવી રહી છે, જેને કદાચ ના કોઈએ સાંભળી હશે, ના કોઈએ જોઈ હશે. અહીંયાના એક ત્રણ માળ ચઢીને એક સાંઢ ઉપર પહોંચી અને બેડરૂમમાં જઈને આરામ ફરમાવવા લાગ્યો. જયારે ઘરના લોકોએ બેડરૂમનો દરવાજો ખોલ્યો ત્યારે જોઈને તેમની પણ આંખો પહોળી રહી ગઈ.

હેરાન કરી દેનારો આ મામલો રિવાના ઉપરહટી મોહલ્લાનો જણાવવામાં આવી રહ્યો છે. જ્યાં અચાનક એક સાંઢ ઘરમાં પ્રવેશ કરી અને ત્રીજા માળે પહોંચી જાય છે. એટલું જ નહિ તે રૂમને ખોલી તેના બેડ ઉપર આરામ પણ ફરમાવવા લાગે છે અને બેડ ઉપર જ પોદળા પણ કરી દે છે.આ બાબતે ઘરના લોકોએ જણાવ્યું કે સાંઢ પગથિયાં ચઢી અને રૂમ સુધી આવી પહોંચ્યો હતો. કારણ કે તેના સિવાય કોઈ બીજો રસ્તો નથી. તે ક્યારે ત્રણ માળ ચઢી ગયો તેનો કોઈને અંદાજો પણ નાવ્યો. જયારે પરિવારના લોકોએ અચાનક રૂમમાંથી આવતો અવાજ સાંભળ્યો ત્યારે તે એ રૂમમાં પહોંચ્યા.

પરિવારના લોકોએ જેવો જ સાંઢને બેડ ઉપર જોયો તેમના હોશ ઉડી ગયા. તે લોકો પણ સમજી નહોતો શકતા કે આ ખરે તે રૂમની અંદર કેવી રીતે પહોંચી ગયો. પરંતુ કોઈપણ વ્યક્તિ તેની પાસે જવાની હિંમત નહોતું કરી રહ્યું. આ વાતની જાણ થતા જ લોકોની ભીડ જોવા માટે ભેગી થઇ ગઈ. કોઈએ તસવીરો લીધી તો કોઈએ વીડિયો બનાવ્યો. લોકો પણ આ સાંઢ અહીંયા સુધી કેવી રીતે પહોંચ્યો તે જ ચર્ચાનો વિષય છે.

તમને જણાવી દઈએ કે સાંઢ દ્વારા રૂમના બેડને ખરાબ કરી દેવામાં આવ્યો હતો, સાથે સાથે ઘરમાં રાખેલા ઘણા કિંમતી સામનને પણ તોડી નાખ્યો હતો. લોકો તેને ભગાવવા માટે પ્રયત્ન કરતા રહ્યા પરંતુ તે રૂમમાં જ ઉત્પાત મચાવતો રહ્યો. ઘણા કલાકોની મહેનત બાદ તે બહાર નીકળ્યો.

સ્થાનિક લોકોનું કહેવું છે કે આખા શહેરમાં આ પ્રકારના જનાવરોનો આંતક ફેલાયેલો છે. જો ભૂલથી પણ ઘરનો મુખ્ય દરવાજો ખુલ્લો રહી ગયો તે ઘરમાં ઘુસી જાય છે. ઘણીવાર તો બાળકોને આ પ્રાણીઓએ ઘાયલ કરી નાખ્યા છે. પરંતુ પ્રસાશનની આંખો બંધ છે.

Niraj Patel