આવારા આંખલાએ વૃદ્ધ વ્યક્તિને પછાડી નાખ્યા, કમજોર દિલવાળા ના જોતા વીડિયો

રખડતા ઢોરથી ચેતજો: બિચારા વૃદ્ધને હવામાં ઉલાળીને પછાડ્યા, જુઓ CCTV

ગુજરાતમાં રખડતા ઢોરનો ત્રાસ વધી ગયો છે. રખડતા ઢોર અવાર નવાર રાહદારીઓ કે વાહનચાલકોને અડફેટે લેતા હોય છે. ઘણીવાર એવું બને છે કે રસ્તે જતા કોઇ વૃદ્ધ કે કોઇ રાહદારીને ગાય કે આંખલો અડફેટે લેતા તેમને ગંભીર ઇજાઓ પહોંચતી હોય છે અને ઘણીવાર તો આવા કિસ્સાઓમાં તેમનું મોત પણ થતુ હોય છે. હાલમાં જ થોડા સમય પહેલા ગુજરાતમાંથી એક કિસ્સો સામે આવ્યો હતો જેમાં રસ્તા પર બેફામ દોડતી ગાયની એક કાર સાથે ટક્કર થઇ હતી, જેને કારણે કારના બોનેટને નુકશાન પહોંચ્યુ હતુ અને કારમાં સવાર બે લોકોને ઇજા પણ પહોંચી હતી. જે બાદ વધુ એક કિસ્સો પણ ગુજરાતમાંથી સામે આવ્યો હતો, જેમાં એક ગાયે એક રાહદારીને શીંગડા વડે ખૂબ માર્યા હતા, જેને કારણે તેમનું મોત નિપજ્યુ હતુ.

ત્યારે હાલ વધુ એક કિસ્સો સામે આવ્યો છે. જેમાં એક વૃદ્ધ વ્યક્તિને આંખલાએ અડફેટે લીધા હતા અને આંખલાની ટક્કરથી વૃદ્ધ હવામાં ફંગોળાયા હતા. યુપીના શાહજહાંપુરમાંથી આ કિસ્સો સામે આવ્યો છે, જેનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે. એક આખલાએ ગલીમાં જઈ રહેલા વૃદ્ધ વ્યક્તિને હવામાં ફંગોળ્યા હતા. આખલાના હુમલાથી દર્દી ગંભીર રીતે ઘાયલ થયા હતા. ટોળાએ કોઈક રીતે વૃદ્ધ દર્દીને બચાવી લીધા હતા. રસ્તા પર આખલાનો આ હુમલો સીસીટીવીમાં કેદ થઇ જવા પામ્યો હતો. જે બાદ કોઈએ આ વીડિયો વાયરલ કરી દીધો હતો.

વીડિયોમાં વૃદ્ધ દર્દી ક્રૉચના સહારે રોડ પર જઈ રહેલા જોઇ શકાય છે. ત્યારે શેરીમાં ઉભેલા આખલાએ તેમને હવામાં ફંગોળ્યા હતા. વૃદ્ધ માણસ રસ્તા પર આખા હવામાં ઊંધા થઇ પટકાયા હતા. જો કે, વૃદ્ધના રસ્તા પર પડ્યા પછી પણ આંખલો ફરીવાર તેમના પર હુમલો કરવા જતો હતો. પરંતુ ત્યાં હાજર લોકોએ તેને કોઈક રીતે ભગાડી દીધો. આ CCTV ફૂટેજ સોશિયલ મીડિયા પર ચર્ચાનો વિષય બન્યા છે. રખડતા આખલા દ્વારા હુમલાનો આ પહેલો કિસ્સો નથી. ભૂતકાળમાં પણ માર્ગો પર રખડતા પશુઓ દ્વારા હુમલાના બનાવો બન્યા છે.

તાજેતરની યુપી વિધાનસભા ચૂંટણીમાં પણ આ મુદ્દો ઉઠ્યો હતો. સમાજવાદી પાર્ટીના અધ્યક્ષ અખિલેશ યાદવે પણ એક વીડિયો ટ્વીટ કર્યો હતો અને લખ્યું હતું કે, ‘સફર મેં સાંડ મિલેંગે… જો તમે ચાલી શકો તો યુપીમાં મુસાફરી કરવી ખૂબ મુશ્કેલ છે, જો તમે ચાલી શકો તો ચાલો!’

Shah Jina