જૂનાગઢના આ ગામમાં બળદનો સામનો થયો બે સિંહ સાથે, શિકારની શોધમાં આવેલા સિંહ સાથે બળદે કર્યુ એવું કે… વીડિયો જોઇ હેરાન રહી જશો

જૂનાગઢ : બળદનો શિકાર કરવા આવ્યા હતા બે સિંહ, બળદે ઊભી પૂંછડીએ 2 સિંહોને એવા ભગાડ્યા એવા ભગાડ્યા કે… જુઓ વીડિયો

સિંહને જંગલનો રાજા કહેવામાં આવે છે. એકવાર જયારે તેણે તેના શિકાર પર નજર નાખી તો શિકાર માટે સિંહથી બચવું મુશ્કેલ થઇ જાય છે. પરંતુ ગુજરાતના જૂનાગઢથી એક એવો વીડિયો સામે આવ્યો છે જેમાં બે સિંહ મળીને પણ એક બળદનો શિકાર ન કરી શક્યા. બળદે તે બે સિંહોને ઊભી પૂંછડીએ એવા ભગાડ્યા કે તમે વીડિયો જોઇ હેરાન રહી જશો.

આ વીડિયો જૂનાગઢના હડમતિયા ગામનો છે, જ્યાં જંગલનો રાજા રાત્રી દરમિયાન રહેણાંક વિસ્તારમાં પહોંચ્યો હતો. ગામમાં, તેનો સામનો બળદ સાથે થયો. શિકારની શોધમાં રખડતા બંને સિંહો બળદને એકલા જોતા જ તેના પર હુમલો કરવા આગળ વધ્યા. પરંતુ આ દરમિયાાન કંઇક બીજું  જ થયુ. બે સિંહો એક સાથે તેના પર હુમલો કરે તે પહેલાં બળદ સાવધ થઈ ગયો. તેણે વળતો હુમલો કરવાની તૈયારી કરી. ડર્યા વિના, તે બંને સિંહોની સામે મક્કમતાથી ઉભો રહ્યો અને સિંહોને ભગાડ્યા.

આ સમગ્ર ઘટના ત્યાં નજીકમાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઈ ગઈ હતી. જેમાં જોઇ શકાય છે કે એક ગામમાં બે સિંહો પ્રવેશે છે અને ત્યાં એક બળદ સિંહને દેખાય છે. બંને સિંહો શિકાર કરવા બળદની નજીક જાય છે, પરંતુ બળદ તેના શિંગડા વડે પોતાનો બચાવ કરે છે. આ પછી તે આક્રમક બની જાય છે અને સિંહોને ભગાડવામાં સફળ થાય છે.

બળદ દ્વારા સિંહોને ભગાડી જવાની આ ઘટના સમગ્ર વિસ્તારમાં ચર્ચાનું કેન્દ્ર બની છે. કહેવામાં આવી રહ્યું છે કે આ ગામમાં આ પહેલા પણ આવી ઘટના બની ચુકી છે. નોંધનીય છે કે ગીર જંગલની આસપાસના ગામડાઓમાં સિંહો અવારનવાર રાત્રી દરમિયાન આવીને પશુઓનો શિકાર કરે છે. પરંતુ આ પ્રકારનો સીસીટીવી પહેલીવાર સામે આવ્યો છે જ્યાં સિંહો શિકાર કર્યા વગર જ નીકળી ગયા છે.

 

View this post on Instagram

 

A post shared by [] (@thegujjurocks)

Shah Jina