સોશિયલ મીડિયાની દુનિયા ખૂબ જ વિચિત્ર છે. અહીં ગમે ત્યારે કંઈપણ વાયરલ થઈ શકે છે. દરરોજ નવા વીડિયો અને તસવીરો વાયરલ થતા રહે છે. તાજેતરમાં એવો જ એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જે જોઈને તમે પણ ચોંકી જશો. આ વીડિયોમાં શેરીમાં ઊભેલા એક બળદને કાકા લાકડી વડે મારે છે. પરંતુ બાદમાં બળદ ગુસ્સે થઈને કાકાને પોતાની તાકાત બતાવે છે. જેને જોઈને લોકો આશ્ચર્યચકિત થઈ જાય છે.
વીડિયોમાં જોઈ શકાય છે કે, એક આખલો શેરીના ખૂણા પર ઉભો છે અને ત્યારે એક કાકા હાથમાં લાકડી લઈને આવે છે અને આખલાને મારવા લાગે છે. શરૂઆતમાં આખલો શાંત રહે છે, પરંતુ કાકા તેને વધુ મારતા જ આખલો ગુસ્સે થઈ જાય છે. પછી તે પોતાની તાકાત બતાવે છે અને કાકાને તેના મોટા, તીક્ષ્ણ શિંગડા વડે ઉપાડીને ફેંકી દે છે. ત્યારબાદ આખલો ત્યાંથી નીકળી જાય છે. કાકા ગંભીર રીતે ઘાયલ થતાં કેટલાક લોકો કાકાની મદદ કરવા આવે છે.
આ વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર @memeslife007_ નામના એકાઉન્ટ દ્વારા શેર કરવામાં આવ્યો છે. અને કેપ્શનમાં લખ્યું- “0% એટેક 100% ડેમેજ” આ વીડિયોને અત્યાર સુધીમાં 2 લાખ 72 હજારથી વધુ વ્યૂઝ મળ્યા છે. ઘણા લોકોએ તેને લાઈક પણ કર્યો છે. વીડિયો જોયા બાદ યુઝર્સ વિવિધ પ્રકારની કોમેન્ટ કરી રહ્યા છે. એક યુઝરે લખ્યું, “કાકાએ વિચાર્યું હતું કે આખલો શું છે, તેણે લાકડી બતાવી પણ આખલાએ બતાવ્યું કે, મારી પાસે પાવર છે!” અન્ય એક યુઝરે લખ્યું, “કાકાનું નામ શું છે? પંગા લેવાવાળા કાકા, હવે બળદનું નામ શું? સુપરહીરો!”
0% attack 100% damage😂 pic.twitter.com/kzhZAxBrvx
— Karansom (@memeslife007_) December 7, 2024