બિલ્ડરે યુવતીને અવાર-નવાર ઘરે તેમજ મિત્રના ફાર્મ હાઉસ અને ડુમસની હોટલમાં લઈ જઈ રંગરેલિયા મનાવી લીધા, પછી છેલ્લે થયો કાંડ
સુરતમાંથી થોડા સમય પહેલા એક બિલ્ડરે મહિલાને તેના પ્રેમજાળમાં ફસાવી અને લગ્નની લાલચ આપી અવાર નવાર સંબંધો બાંધ્યા હતા અને તે બાદ બિલ્ડરનો પરણિત હોવાનો ભાંડો ફૂટ્યો હતો. આ અંગે મહિલાએ તેને પૂછતા તેણે ચિક્કાર દારૂ પીધેલી હાલતમાં મહિલાને માર માર્યો હતો તે બાદ તેને મારી નાખવાની ધમકી પણ આપી હતી. ત્યારે આ બાબતે મહિલાએ બિલ્ડર વિરૂદ્ધ પોલિસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ બિલ્ડરે તે મહિલાને એવું કહ્યુ હતુ કે, હવે મને તારામાં રસ નથી. તુ મને હવે નથી ગમતી.
બિલ્ડર આરોપી સંજય બાબુ પોકળ સામે દુષ્કર્મની ફરિયાદ નોંધવામાં આવી છે અને પોલિસે તેને ઝડપી પાડી જેલના સળીયા પાછળ ધકેલી દીધો છે. ફરિયાદી મહિલાના છૂટાછેડા થઇ ગયા હતા અને તે તેના 16 વર્ષના દીકરા અને 12 વર્ષની દીકરી સાથે રહે છે. આ મહિલા ત્રણેક વર્ષ પહેલા બિલ્ડરની બાજુની સોસાયટીમાં ભાડે રહેતી અને ત્યારે સંજય બાબુ પોકળ સોસાયટીનો પ્રમુખ હોવાથી તેની સાથે મિત્રતા કેળવાઇ હતી અને તેણે અપરણિત હોવાનું કહી તેની સાથે પ્રેમસંબંધ રાખ્યો અને તેને મિત્રના ફાર્મ હાઉસ પર, ડુમર હોટલ સહિત અનેક જગ્યાએ લઇ જઇ સંબંધ બાંધ્યા હતા અને તે બાદ મહિલાને તરછોડી દીધી હતી.
મહિલા અનુસાર તે પુણાગામથી ઘર ખાલી કરાવી જયારે સણીયા હેમાદ ખાતે ફ્લેટમાં રહેવા ગઇ ત્યારે તે બંને પતિ-પત્નીની જેમ રહેતા હતા. આવી જ રીતે હવનમાં પણ બેઠા હતા. આ દરમિયાન જ સંજયની હકિકત સામે આવી અને તેના પરણિત હોવાનો ભાંડાફોડ થયો હતો. સંજય બે સંતાનોનો પિતા છે અને તેણે પોતાનો બચાવ કરતા મહિલાને કહ્યુ કે, તેને તેની પત્ની ગમતી નથી અને તે તેને છૂટાછેડા આપી દેવાનો છે એમ કહી લિવ ઇન રિલેશનનો કરાર પણ બનાવ્યો.
થોડા સમય બાદ તેનો ભાંડો ફૂટ્યો તે ચિક્કાર દારૂ પી મહિલાના ઘરે આવ્યો અને તેના બાળકોની સામે તેને ઢોર માર માર્યો તે બાદ તેના સંતાનોને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી. આખરે આ બધા બાદ મહિલાએ પોલિસનો સહારો લીધો અને પોલિસે આખરે હવે આરોપીને ઝડપી પાડ્યો છે.