અજબગજબ દિલધડક સ્ટોરી રસપ્રદ વાતો

શહીદનો પરિવાર રહી રહ્યો હતો ઝૂંપડીમાં, સરકારે ન કરી મદદ તો ગામના લોકોએ 11 લાખ જમા કરીને બનાવી નાખ્યો મહેલ, જુઓ વિડીયો

મધ્યપ્રદેશના દેપાલપુરના પીર પીપલીયા ગામના લોકોએ કંઈક એવું કરી બતાવ્યું જેને જોઈને દરેક કોઈ તેના વખાણ કરી રહ્યા છે.પીર પીપલીયા ગામના રહેનારા હવલદાર મોહન સિંહ સુનેર ત્રિપુરામાં બીએસએફના તરફથી આતંકીઓ સામે લડતા-લડતા શહિદ થયા હતા. આગળના 26 વર્ષથી તેનો પરિવાર આ ગામમાં તૂટેલા-ફૂટેલા ઝૂંપડી જેવા કાચા મકાનમાં રહેવા માટે મજબુર બની ગયો હતો. સરકારે પણ તેની મદદ ન કરી.એવામાં અમુક દિવસો પહેલા ગામના લોકોએ ફંડ જમા કરીને 11 લાખ રૂપિયા જમા કર્યા અને શહીદની વિધવા પત્ની રાજુ બાઈ માટે નવું ઘર બનાવડાવ્યું અને તેને રક્ષાબંધનના મૌકા પર ભેંટ સ્વરૂપે આપ્યું.

Image Source

વર્ષ 1992 ની વાત છે. પીર પીપલીયા ગામના મોહન સિંહ, જે બીએસએફ જવાન હતા અને શહિદ થઇ ગયા. તે સમયે તેનો એક દીકરો 3 વર્ષનો હતો અને પત્ની રાજુ બાઈ પ્રેગ્નેન્ટ પણ હતી. પરિવાર ખુબ જ ગરીબ હતો અને એક નાની એવી ઝૂંપડીમાં રહેતો હતો.મોહન સિંહના શહીદ થયાના 25 વર્ષ પછી પણ સરકારે રાજુબાઈની કોઈપણ મદદ કરી ન હતી.તેમણે જેમ તેમ કરીને પોતાના બંન્ને બાળકોને ઉછેરીને મોટા કર્યા હતા.

રાજુ બાઈની પરિસ્થીની જોઈને નૌજવાનોએ અભિયાન શરૂ કર્યું અને જોત જોતામાં 11 લાખ રૂપિયાનું ફંડ જમા કરી લીધૂ અને તે પૈસા દ્વારા મકાન બનાવડાવ્યું. તેનો પરિવાર મજૂરી કરીને પોતાનું પાલન કરી રહ્યો હતો, કેમ કે 700 રૂપિયાનું પેંશન ત્રણ લોકો માટે પૂરતું ન હતું.

Image Source

આ સિવાય રાજુ બાઈએ નૌજવાનોના હાથમાં રક્ષાબંધના પવિત્ર દિવસ પર રાખડી બાંધી અને પોતાના આ નૌજવાન ભાઇઓના હાથ પરથી ચાલીને બહેને ગૃહપ્રવેશ કર્યો. પુરા 26 વર્ષો પછી રાજુબાઈ એક પાક્કા મકાનમાં રહેવા માટે જઈ રહી હતી.

આ સિવાય ગામના લોકોએ ગામના મુખ્ય માર્ગ પર શહિદની પ્રતિમા લગાવવાની પણ યોજના બનાવી છે. આ સિવાય તે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા, તેનું નામ પણ તેના નામ પર કરવા માટેના પ્રયાસો કરવામાં આવી રહ્યા છે.

Image Source

શહીદ સમરસતા ટોળીના સંયોજક વિશાલ રાઠીએ કહ્યું કે,”અમે ઘર બનાવી દીધું છે.શહીદ પરિવારના હાથમાં નવા ઘરની ચાવી પણ સોંપી દીધી છે. મોહન સિંહની પ્રતિમા બનાવવાનું પણ કામ કરવામાં આવી રહ્યું છે. આ સિવાય અમારી એ કોશિશ પણ છે કે તે જે સ્કૂલમાં અભ્યાસ કરતા હતા તેનું નામ પોતાના નામ પર બદલવામાં આવે”.

મધ્યપ્રદેશના પૂર્વ સીએમ શિવરાજ સીંગ ચૌહાને આ કામના વખાણ કરતા ટ્વીટ કરીને કહ્યું કે,”ઈંદોરના આ ગામના યુવાઓએ શહિદ પરિવાની મદદ કરીને દેશભક્તિની એક મિસાલ કાયમ કરી છે, તમારા જેવા યુવાઓ જ ભારતની સાચી ઓળખ છે.તમે બધાએ સાચા અર્થમાં સાબિત કરી દીધું છે કે દેશની રક્ષા કરતા કરતા પોતાના પ્રાણ ન્યોછાવર કરનારનો પરિવાર તેના ગયા પછી દેશનો પરિવાર બની જાય છે”.

રાજ્યના નવા મુખ્યમંત્રી કમલનાથએ પણ આ અનોખા કામના વખાણ કર્યા છે અને પોતાની ભાવના ટ્વીટ કરતા જણાવી છે.

મોહન સિંહનો મોટો દીકરો રાજેશ પણ બીએસએફમાં કાર્યરત છે, જ્યારે નાનો દીકરો માં ની સાથે ગામમાં જ રહે છે.ગામના અમુક યુવાઓએ તેઓની સ્થિતિ સુધારવા માટેની અપીલ કરી હતી જેના પછી ‘વન ચેક ફોર શહીદ’ નામનું અભિયાન ચલાવવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો…

Author: GujjuRocks Team
તમે આ લેખ GujjuRocks ના માધ્યમથી વાંચી રહ્યા છો. અમારો આ લેખ વાચવા બદલ આપનો આભાર.જો તમને આ લેખ ગમ્યો હોય તો વધુમાં વધુ લોકો સુધી પહોંચાડો, શેર કરો અને તમારા પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો.

આવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકપ્રિય પેજ GujjuRocks લાઈક કરો અને દોસ્તો ગુજ્જુરોક્સના દરેક જોક્સ-સુવિચાર સીધા તમારા મોબાઈલમાં મેળવવા ઇચ્છતા હો તો અમારી મોબાઈલ એપ અહીં ક્લિક કરીને ડાઉનલોડ કરો >> GujjuRocks