અદ્દભુત-અજબગજબ

ભેંસનો બદલો, વિડીયો જોઈને તમે પણ કહેશો કે ભેંસે જે કર્યું એ બહુ જ સારું કર્યું, આવા લોકો સાથે આમ જ થવું જોઈએ

ઘણા લોકો પ્રાણીઓ ઉપર અત્યાચાર કરતા હોય છે. સોશિયલ મીડિયા ઉપર પણ આવી ઘણી ઘટનાઓ સામે આવે છે. ત્યારે એ જોઈને આપણું પણ હૈયું કંપી ઉઠે. આવા દુષ્કૃત્ય કરનારા લોકો ઉપર આપણે પણ ગુસ્સે થઇ જઈએ, પરંતુ જો કોઈ પ્રાણી જ પોતાની સાથે થયેલા અત્યાચારનો બદલો લે તો કેવી મઝા આવે?

Image Source

સાંભળીને આપણને પણ એમ થાય કે બદલો કેવી રીતે લે? તો તેનું એક સરસ ઉદાહરણ આપતો એક વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઇ રહ્યો છે. જેમાં કેટલાક લોકો એક ભેંસ ઉપર અત્યાચાર કરી રહ્યા છે. અને ભેંસે એવો બદલો લીધો કે તે જોઈને તમે પણ કહેશો કે હા ભેંસે જે કર્યું એ બરાબર કર્યું છે, આવા લોકોને તો આવી જ સજા મેળવી જોઈએ.

Image Source

આ વાયરલ વીડિયોને પ્રવીણ કાસવાન નામના એક ફોરેસ્ટ ઓફિસરે પોતાના ટ્વીટર ઉપર શેર કર્યો છે. જેમાં જોઈ શકાય છે કે 4-5 લોકો એક ગાડાની આગળ ભેંસને બાંધી તેને રોડ ઉપર પૂર ઝડપે હંકારી રહ્યા છે. ભેંસ તેની બધી જ તાકાત લગાવીને ભાગે છે. તો ગાડામાં બેઠેલા લોકો લાકડીથી તેના પગમાં મારી પણ રહ્યા છે.

Image Source

આ વિડીયો શરૂઆતમાં જોતા જ મોઢામાંથી ભેંસ માટે દયાના શબ્દો નીકળી જાય પરંતુ આગળ ભેંસ એવું કરે છે જે જોઈને તમને પણ થાય કે બરાબર આ ભેંસે બદલો લીધો છે.

Image Source

ભેંસ થોડે સુધી આમ ગાડાં અને ગાડામાં બેઠેલા લોકોને ખેંચીને રોડ ઉપર દોડતી રહે છે. પરંતુ અચાનક જ રસ્તો બદલતા ડિવાઈડર સાથે જ ગાડાને અથડાવે છે. અને આખું ગાડું ઊંધું વળી જાય છે. ગાડામાં બેઠેલા લોકો પણ રસ્તા ઉપર ઊંધા પડી જાય છે. જે જોઈને લાગે કે ભેંસે બરાબર બદલો લીધો. જુઓ તમે પણ આ વીડિયોમાં

Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.

લેખ ગમ્યો હોય તો લાઈક કરી મિત્રો સાથે શેયર કરજો.