જાણવા જેવું ધાર્મિક-દુનિયા

દીકરીને બુધવારે પિયરથી સાસરે નહી જવા દેવા પાછળ જવાબદાર છે આ પૌરણીક કથા !!

આપણે બધા જ જાણીએ છીએ કે ભારત એક પરંપરાઓનો  દેશ છે. અહીંયા લોકો પરંપરાથી બંધાયેલા હોય છે. કોઈ પરંપરા તો એવી હોય છે કે તેને જોડાયેલો કોઈ ઇતિહાસ પણ બચ્યો નથી હોતો. ભારતમાં શાસ્ત્રોનું બહુ જ મહત્વ છે.શાસ્ત્રોમાં અમુક દિવસને લઈને એવું બતાવવામાં આવ્યું છે કે,જે દિવસે ખાસ શુભ કામ કરવામાં આવે છે. જેમાં યાત્રાને લઈને કોઈ ખાસ કામ શામેલ છે. આજે અમે તમને બુધવારથી જોડાયેલી એક માન્યતા વિષે જણાવીશું. એવું માનવામાં આવે છે કે, બુધવારના દિવસે દીકરીઓને સાસરે મોકલવામાં નથી આવતી.

Image Source

નાનપણથી ઘરમાં બહેન દીકરીને બુધવારે સાસરે નહી મોકલવાની. આ આપણાં સમાજનો રિવાજ છે. મોટાભાગના ઘરોમાં વાર તહેવારે આવતી બહેન દીકરીઓને પણ જો બુધવાર આવતો હશે તો એક દિવસ વધારે રોકી લેશો. સો કામ પડતાં મૂકીને પણ દીકરી રોકાઈ જશે ને સાસરીવાળા પણ બુધવારના કારણે વહુને એક દિવસ પિયર વધારે રોકવા દેશે.

એવું કહેવાય છે કે, બુધવારે કરેલું કામ બેવડાય છે. અને એટ્લે જ કોઈપણ કામ બુધવારે કરવામાં આવતું નથી, હા, સારું કામ હોય તો થઈ શકે છે. પણ જો દીકરીની વાત આવે તો દીકરીને સાસરે મોકલવામાં આવતી નથી. કે સાસરે તેડવામાં પણ આવતી નથી. આમ પણ આપણાં સમાજમાં દીકરીને લઈને ઘણી બધી માન્યતાઓ અને કથાઓ છે જ જેનો સ્વીકાર કરવો જ રહ્યો વગર દલીલે.

Image Source

એક એવી પામ માન્યતા ઘર કરી ગઈ છે કે, જો બુધવારના દિવસે  દીકરીને સાસરે વળવવામાં આવશે તો કદાચ દીકરી પર દુઃખોનો પહાડ તૂટી પડશે. એટ્લે આજ સુધી કોઈપણ લગ્ન પ્રસંગમાં બુધવારના દિવસે વિદાય આપવામાં નહી આવતી. અને એટ્લે જ બુધવારના દિવસે જો દીકરીની વાત આવે તો ટાળવામાં જ આવે છે.

જેમ લોકોની માન્યતાઓ અડગ છે બુધવારને લઈને એમ જ્યોતિષ શાસ્ત્રો પણ અડગ છે. કહેવાય છે કે જે લોકોને બુધની દશા ખરાબ ચાલતી હીય એ લોકોએ તો આ દિવસે મુસાફરી પણ ન કરવી જોઈએ. તમે જોતાં હશો અખબારમાં કે બુધવારના દિવસે જ અકસ્માત વધુ થતાં હોય છે.

Image Source

બુધવારને લઈને એક પૌરાણીક કથા :

બુધવારની આ કથા સાચે જ વર્ષો પહેલા બનેલી સત્યઘટના છે. એક વાણિયો હતો. તે ખૂબ સુખી હતો. તેનો પરિવાર પ્રેમાળ ને સમજદાર હતો. સમાજમાં તેનું માન સન્માન ખૂબ વધારે હતું. હવે બન્યું એવું કે, તે તેની પત્નીને બુધવારના દિવસે જ સાસરે તેડી લાવે છે. ઘર સુધી પહોંચતા પહોંચતા તો તેને નાકે દમ આવી ગ્યો. એટલી બધી તકલીફનો સામનો કરવો પડ્યો.

Image Source

વાત એમ બની કે એની પત્નીને રસ્તામાં તરસ લાગે છે. એ પાણીની શોધમાં આમતેમ નજર કરે છે, તેને દૂર એક સરોવર દેખાય છે. તે ત્યાં પાણી લેવા માટે જાય છે ને તેની પત્નીને ગાડામાં બેસી રહેવાનુ જણાવે છે, હવે એ એટ્લે દૂરથી પાણી લઈને આવે છે. અને જોવે છે તો તેની પત્ની કોઈ જોડે મસ્તી કરી રહી હતી.  હાથમાં હાથ પરોવી કોઈ આજાણી વ્યક્તિની અડોઅડ બેઠી હોય છે. આ વાણિયો તો ગુસ્સે થઈ ગયો ને તેણે તે વ્યક્તિ સાથે લડાઈ કરવા લાગ્યો. પરંતુ તેની પત્ની તો તે અજાણ્યા વ્યક્તિને જ પોતાનો પતિ માની બેસી રહી હતી. આખરે એ વાણિયો મુંઝાઈ છે. તેણે તરત જ ભગવાનને પ્રાર્થના કરી કે હે પ્રભુ, આ શું થઈ રહ્યું છે. હવે તમે જ માર્ગ બતાવો. ત્યાં જ એને એક અવાજ સંભળાયો.

Image Source

“હે વાણિયા, તે તારી પત્નીનું બુધવારે તેડું કર્યું છે. એટલે તને દુખ પડી રહયું છે. તું બુધદેવની માફી માંગ અને હવેથી બુધવારે પત્નીનું તેડું ન કરતો ને મુસાફરીને ટાળજે. જેનાથી તું ક્યારેય દુખી થઈશ નહી.
ત્યારથી તેણે નક્કી કર્યું કે બુધવારના દિવસે ક્યારેય પત્નીને પિયરથી લાવવી નહી ને ક્યારેય આ દિવસે મુસાફરી કરવી નહી.