Source : બુધાદિત્ય યોગ આ 3 રાશિના લોકોને ફળશે, ભરાઈ જશે ખાલી તિજોરી, અટકેલા કામ થવા લાગશે પુરા
ઓગસ્ટ મહિનાની 16મી તારીખે ગ્રહોની હલચલનો વિશેષ દિવસ છે. આ તારીખે ગ્રહોના સ્વામી સૂર્ય કર્ક રાશિથી નીકળી સિંહ રાશિમાં ગોચર કરશે. આ રાશિ પર સૂર્યનું સ્વામિત્વ છે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, જ્યારે સૂર્ય પોતાની રાશિ સિંહ રાશિમાં ગોચર કરે છે, ત્યારે તે ખૂબ જ મજબૂત હોય છે અને પૂરુ ફળ આપવામાં સક્ષમ હોય છે. જણાવી દઈએ કે, 16 ઓગસ્ટના રોજ આ રાશિમાં પ્રવેશ કર્યા પછી સૂર્ય બુધ સાથે સંયોગમાં છે, જે પહેલાથી જ સિંહ રાશિમાં હાજર છે. જ્યોતિષશાસ્ત્રમાં બુધ અને સૂર્યના સંયોગને ‘બુધાદિત્ય યોગ’ કહેવામાં આવે છે. આ એક ખૂબ જ શુભ યોગ છે, જે રાજયોગ જેવો માનવામાં આવે છે. આ યોગ સૌભાગ્ય આપનાર માનવામાં આવે છે.
કર્ક રાશિ
સિંહ રાશિમાં બનેલો બુધાદિત્ય યોગ કર્ક રાશિના લોકોના જીવન પર શુભ પ્રભાવ પાડવાની સંભાવના દર્શાવે છે. તમારા દરેક પ્રકારના સંબંધો સુધરશે. બિઝનેસમેનને તેમના નેટવર્કિંગથી ફાયદો થશે. વેપારના વિસ્તરણમાં મદદ મળશે. પરિપક્વતા સાથે વાણીમાં મધુરતા વધશે. સગા-સંબંધીઓમાં ચાલી રહેલા પ્રોપર્ટીના પ્રશ્નોના ઉકેલની શક્યતા છે. સ્વાસ્થ્ય સંબંધિત સમસ્યાઓ દૂર થવાની સંભાવના છે. પરિવારનો સહયોગ અને ખુશી જળવાઈ રહેશે.
કન્યા રાશિ
કન્યા રાશિના જાતકો માટે બુધ અને સૂર્યનો સંયોગ ખૂબ જ ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ યોગની અસરથી તમારું વ્યક્તિત્વ સુધરશે અને તમારો આત્મવિશ્વાસ વધશે. નવા લોકો સાથે સંપર્ક થશે, જે કરિયર અને બિઝનેસ માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. નોકરિયાત લોકો શાંત અને કામમાં વ્યસ્ત રહેશે. જીવન તણાવ મુક્ત રહેશે. લવ લાઈફમાં નવી તાજગી આવી શકે છે. સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃતિ વધશે.
વૃશ્ચિક રાશિ
બુધાદિત્ય યોગ વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર ખૂબ જ સકારાત્મક અસર કરે તેવી શક્યતા છે. તમને પૈસા કમાવવાના નવા માર્ગ પર આગળ વધવાની હિંમત મળશે. વ્યવસાયમાં અપનાવવામાં આવેલી નવી કુશળતા અણધાર્યા નાણાકીય લાભ તરફ દોરી શકે છે. વિદ્યાર્થીઓને તેમના સારા પ્રોજેક્ટ વર્ક માટે એવોર્ડ મળી શકે છે. સમાજ સેવા સાથે જોડાયેલા લોકોને સન્માન મળશે. નોકરીમાં બધું સામાન્ય અને નિયંત્રણમાં રહેશે. લવ લાઈફ મધુર રહેશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)