12 એપ્રિલ સુધી આ 3 રાશિના લોકોને રહેવું પડશે સાવધાન, બુધનો ખરાબ પ્રભાવ આપશે આફતને નોતરું

ભારતીય જ્યોતિષ શાસ્ત્ર પ્રમાણે ગ્રહોનું રાશિ પરિવર્તન,ઉદય,અસ્ત અને વક્રી ચાલનું વિશેષ મહત્વ છે. જ્યારે પણ કોઈ ગ્રહ અસ્ત થાય છે ત્યારે તેની અસર જીવન પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે આ સમયે બુધ ગ્રહ અસ્ત છે. બુધ ગઈ 14 તારીખે અસ્ત થયો હતો અને ફરી 12 એપ્રિલના રોજ ઉદય થવા જઈ રહ્યો છે. આ અંગે જ્યોતિષાચાર્યો જણાવે છે કે, 12 એપ્રિલની સાંજે 7 વાગ્યેને 33 મિનિટે બુધ દેવનો ઉદય થશે. આવી સ્થિતિમાં બુધના અસ્તનો નકારાત્મક પ્રભાવ કેટલીક રાશિઓ પર જોવા મળશે. તો આવો જાણીએ જેના પર આ અસ્તની નકારાત્મક અસર થશે.

1.મેષ રાશિ: આ રાશિમાં બુધ 11માં ભાવમાં અસ્ત થયો છે. 11મો ભાવ આવકનો માનવામાં આવે છે. આવી સ્થિતિમાં મેષ રાશિના જાતકોએ નોકરી અને વેપાર ધંધામાં થોડી મુશ્કેલીનો સામનો કરવો પડી શકે છે. આ સાથે આવકના સાધનોમાં પણ મુશ્કેલી આવી શકે છે. તમારા પૈસા બ્લોક થઈ શકે છે. તેથી કોઈપણ જગ્યાએ રોકાણ કરતા પહેલા બે વખત વિચાર કરવો આવશ્યક છે.

2.વૃષભ રાશિ: બુધનો અસ્ત વૃષભ રાશિ માટે શુભ માનવામાં આવતો નથી. બુધના અસ્તથી વૃષભ રાશિના લોકોને વેપાર ધંધા અને નોકરીમાં મુશ્કેલી ઉભી કરી શકે છે. આ રાશિના લોકોના ભાગ્ય પર પણ તેની અસર જોવા મળશે, ઘણા કામ બનતા બનતા બગડી શકે છે. આ ઉપરાંત ઘર કે કોઈ અન્ય પ્રોપર્ટી સંબંધિત કાર્યોમાં પણ મુશ્કેલી સર્જાય તેવો યોગ બનશે. એટલું જ નહીં નોકરી કરતા લોકોને ઓફિસમાં સિનિયર લોકો સાથે થોડી અનબન રહે તેવા સંકેતો છે. પરિવારમાં શાંતિ ડહોળાઈ શકે છે. ગુસ્સામાં કોઈ નિર્ણય ન લેવો હિતાવહ રહેશે.

3.મિથુન રાશિ: બુધ મિથુન રાશિના 9માં ભાવમાં અસ્ત થયો છે. નવમો ભાવ ભાગ્ય અને વિદેશ યાત્રાનો હોય છે. એવામાં બુધના અસ્તના પ્રભાવથી 12 એપ્રિલ સુધી સમસ્યાનો સામનો કરવો પડી શકે છે. તમારા કામો અટવાઈ શકે છે. વેપારમાં ઉતાર ચઢાવ આવી શકે છે. નોકરી કરતા લોકોને ઓફીસમાં કામનો બોજ સહન કરવો પડી શકે છે. તમારી મહેનત પ્રમાણે બની શકે કે તમને ફળ ન મળે. જેના કારણે તમને માનસિક તાણનો અનુભવ થાય. ઉધાર આપેલા પૈસા અટવાઈ શકે છે. તેથી લેવળ દેવળ કરતા પહેલા ધ્યાન રાખવું.

YC