પુનર્વસુ નક્ષત્રનો સ્વામી ગ્રહ ગુરુ માનવામાં આવે છે. 16 જૂને બુધે પુનર્વસુ નક્ષત્રમાં પ્રવેશ કરી લીધો છે. ભગવાન રામનો જન્મ પણ આ નક્ષત્રમાં થયો હતો. વૈદિક જ્યોતિષ અનુસાર, આ નક્ષત્ર 27માંથી 7મુ નક્ષત્ર છે અને આ નક્ષત્રમાં ભાગવાન રામનો જન્મ થયો હતો. પુનર્વસુ નક્ષત્રનો સ્વામી દેવગુરુ બૃહસ્પતિ છે અને આ મિથુન રાશિમાં આવે છે. ગુરુના નક્ષત્રમાં બુધના ગોચરથી હાલ, આખી દુનિયામાં ઉથલ પાથલ જોવા મળી શકે છે ત્યારે 5 રાશિઓ પર આ ગોચરનો શુભ પ્રભાવ જોવા મળશે. જ્યોતિષોના અનુસાર, ગુરુના શુભ પ્રભાવને કારણે પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર પણ અત્યંત શુભ માનવામાં આવે છે. બુધ પોતે જ શ્રેષ્ઠ ગ્રહોમાંનો એક છે અને તેનો ઉચિત ગોચર નોકરી, વ્યવસાય અને આર્થિક સ્થિતિ માટે લાભદાયક સાબિત થાય છે.
મેષ રાશિ
મેષ રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર એ ખૂબ જ લાભદાઈ સાબિત થશે. ભાગ્યનો સંપૂર્ણ સહયોગ મળશે અને તમારા અધૂરા પ્રોજેક્ટ સમયસર પૂર્ણ થશે, જેનાથી તમને રાહત મળશે. શુભ પ્રભાવને કારણે, તમારા જીવનમાં જે પણ સમસ્યાઓ કે અવરોધો ચાલી રહ્યા છે, તે દૂર થશે અને તમારા સુખ અને સન્માનમાં સારો વધારો થશે. જો તમે લાંબા સમયથી પોતાનું ઘર કે ફ્લેટ ખરીદવા માંગો છો, તમારી તમામ ઇચ્છા પૂર્ણ થઈ શકે છે. પરિવારમાં ખુશી રહેશે અને ઘરમાં ધાર્મિક કાર્યક્રમ પણ થઈ શકે છે, જે તમને શાંતિ આપશે અને બધા સભ્યોમાં પરસ્પર સમજણ પણ મજબૂત થશે.
કર્ક રાશિ
કર્ક રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર ફાયદાકારક સાબિત થશે. લગ્ન જીવનમાં શાંતિ રહેશે અને તેમને બાળકો સાથે સારો સમય વિતાવવાની તક મળશે. આ રાશિના જાતકો જે રોજગાર શોધી રહ્યા છે, તેમની ઇચ્છા આ સમયગાળા દરમિયાન પૂર્ણ થઈ શકે છે. બીજી તરફ, શુભ પ્રભાવોને કારણે વેપારીઓને સારો નાણાકીય લાભ મળશે અને બજારમાં તમારી નામના થશે. અટવાયેલ નાણાં પરત મળશે.
સિંહ રાશિ
સિંહ રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર ભાગ્યશાળી સાબિત થવાનું છે. શુભ પ્રભાવોને કારણે સિંહ રાશિના જાતકોને પૈસા કમાવવાની નવી તકો મળતી રહેશે, જેનાથી નાણાકીય સ્થિતિ મજબૂત થશે અને બેંક બેલેન્સ પણ વધશે. લગ્નજીવનની વાત કરીએ તો, તમે તમારા જીવનસાથી સાથે સારો સમય વિતાવી શકો છો અને તેમની સાથે મુસાફરી કરવાની તકો પણ મળી શકે છે.બુધનું ગોચર સિંહ રાશિના જાતકોની બુદ્ધિનો વિકાસ કરશે અને દરેકની ઇચ્છાઓ પણ પૂર્ણ કરશે. જો તમે પોતાનો વ્યવસાય કરવા માંગો છો, તો આ સમયગાળા દરમિયાન તમારી ઇચ્છા પૂર્ણ થઈ શકે છે.
તુલા રાશિ
તુલા રાશિના જાતકો માટે ગુરુ નક્ષત્રમાં બુધનું ગોચર ફાયદાકારક સાબિત થઈ શકે છે. પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર તુલા રાશિના જાતકોના સ્વાસ્થ્યમાં સુધારો કરશે અને તેઓ શારીરિક અને માનસિક રીતે સંપૂર્ણપણે મજબૂત દેખાશે. બાળકો સંબંધિત સમસ્યાઓ હવે સમાપ્ત થશે તમામ ક્ષેત્રમાં સારું કાર્ય કરશે, વિવિધ સોદાઓમાંથી નફો મેળવી શકે છે. બુધના ગોચરને કારણે, તુલા રાશિના જાતકોના લાંબા સમયથી અટકેલા બધા કામ પૂર્ણ થઈ શકે છે. ભાગ્ય સંપૂર્ણપણે તમારા પક્ષમાં રહેશે, જેના કારણે તમારા ઘણા સપના પૂરા થશે અને તમે વિવિધ સોદાઓથી મોટો નફો મેળવી શકો છો. પારિવારિક જીવનમાં શાંતિ અને સ્થિરતા રહેશે અને તમે તમારા જીવનસાથી સાથે સારો સમય પસાર કરશો.
મકર રાશિ
મકર રાશિના જાતકો માટે પુનર્વસુ નક્ષત્રમાં બુધનું ગોચર એ ખૂબ જ ફાયદાકારક સાબિત થશે. વિદેશ પ્રવાસનું સ્વપ્ન પૂર્ણ થઈ શકે છે. તમે તમારા શત્રુઓ પર વિજય મેળવી શકો છો. મકર રાશિના જાતકો વ્યવસાયના ક્ષેત્રમાં મોટો નફો કમાઈ શકે છે. તે તમારા કાર્ય અને અંગત જીવનમાં લાંબા સમયથી ચાલી રહેલા તમામ અવરોધોને દૂર કરશે. તમને તમારા કોર્ટ કેસમાં સફળતા મળશે અને અચાનક નાણાકીય લાભ થઈ શકે છે. આ સમયગાળા દરમિયાન, તમને સારું સ્વાસ્થ્ય અને સંપત્તિ મળી શકે છે અને વિવિધ સ્ત્રોતોમાંથી સારો નફો મેળવી શકો છો.
(Disclaimer: ઉપરોક્ત માહિતી માન્યતા અને જાણકારીઓ તેમજ જ્યોતિષીય પર આધારિત છે, ગુજ્જુરોકસ આની પુષ્ટિ કરતુ નથી.)