...
   

બુધનો સિંહ રાશિમાં પ્રવેશ, 6 રાશિઓ પર વરસશે છપ્પડ ફાડ રૂપિયા

સપ્ટેમ્બર 2024માં બુધ ગ્રહ એક વાર નહીં પરંતુ બે વાર રાશિ પરિવર્તન કરશે. જ્યોતિષ શાસ્ત્ર અનુસાર 4 સપ્ટેમ્બરે 2024ના રોજ બુધે સિંહ રાશિમાં પ્રવેશ કર્યો. બુધનું આ રાશિ પરિવર્તન અથવા સંક્રમણ તમામ 12 રાશિઓને અસર કરશે. તેમાંથી 6 રાશિઓ લાભની સ્થિતિમાં રહેશે.

વૃષભ
સિંહ રાશિમાં બુધનો પ્રવેશ વૃષભ રાશિના લોકો માટે શુભ રહેશે. આ લોકોને મકાન અને જમીન સંબંધિત કાર્યોમાં વિશેષ સફળતા મળશે. તેમજ આ લોકોને સરકારી કામમાં લાભ મળશે. આવકમાં વધારો થશે. ‘ॐ ब्रां ब्रीं ब्रौं स: बुधाय नम:’ નો જાપ કરવાથી ફાયદો થશે.

મિથુન
બુધ મિથુન રાશિનો શાસક ગ્રહ છે. આવી સ્થિતિમાં બુધનું ગોચર મિથુન રાશિના લોકોને સકારાત્મક પરિણામ આપશે. આ લોકો જીવનમાં કીર્તિ પ્રાપ્ત કરશે. તમને કાર્યસ્થળ પર તમારી મહેનતનું પૂરેપૂરું પરિણામ પણ મળશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. પરિવાર સાથેના સંબંધોમાં નિકટતા આવશે.

કર્ક 
બુધના રાશિ પરિવર્તનથી કર્ક રાશિના લોકોને બિઝનેસમાં વિશેષ લાભ થશે. આ લોકો વેપારમાં નવા પ્રયોગો કરીને ઉત્તમ નફો મેળવશે. આર્થિક સ્થિતિમાં મજબૂતી આવશે. લેખન સાથે જોડાયેલા લોકો પોતાની કલમના બળથી સારા પૈસા કમાવવામાં સફળ થશે.

સિંહ 
બુધ સિંહ રાશિમાં પ્રવેશ કરી રહ્યો છે. તેથી, સિંહ રાશિના લોકોને જબરદસ્ત લાભ મળવાનો છે. આ લોકોને કાર્યસ્થળ પર તેમની મહેનતનો પૂરો લાભ મળશે. સિંહ રાશિની મહિલાઓ માટે બુધનો સંક્રમણ સમય ઉત્તમ સાબિત થવા જઈ રહ્યો છે, તેઓને કરિયરમાં પ્રગતિ મળશે. લીલી વસ્તુઓનું દાન કરવાથી લાભ થશે.

વૃશ્ચિક
બુધનું સંક્રમણ વૃશ્ચિક રાશિના લોકોના જીવન પર પણ અસર કરશે. આ લોકોને તેમના કાર્યસ્થળમાં સન્માન મળશે. ઉપરાંત, આ લોકો જીવનમાં સુખ અને સંતોષ અનુભવશે. ભોગવિલાસમાં સમય પસાર થશે. વધુ લાભ મેળવવા માટે મંદિરમાં માટીના વાસણનું દાન કરવું શુભ રહેશે.

મકર
બુધનું સંક્રમણ મકર રાશિના લોકોના જીવનમાં સકારાત્મક પરિણામ લાવશે. આ લોકોને શારીરિક અને માનસિક શક્તિ મળશે. તમે બૌદ્ધિક રીતે પણ પહેલા કરતા વધુ મજબૂત અનુભવશો. કાર્યક્ષેત્રમાં યોગ્ય નિર્ણયો લઈ શકશો. વેપારમાં મોટો ફાયદો થઈ શકે છે.

(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)

Shah Jina