જ્યોતિષ અને વૈદિક પંચાંગ અનુસાર, ગ્રહોનો રાજકુમાર ગણાતો બુધ ફરી એકવાર પોતાની રાશિ બદલવા જઈ રહ્યો છે. વૈદિક પંચાંગ અનુસાર હાલમાં બુધ ગ્રહ વક્રી ચાલ ચાલી રહ્યો છે, પરંતુ થોડા સમયમાં તે માર્ગી થઈ જશે. જેના કારણે કેટલીક રાશિઓનું નસીબ ચમકશે. જ્યોતિષમાં બુધને બુદ્ધિ અને વાણીનો કારક માનવામાં આવે છે. કુંડળીમાં બુધ બળવાન હોય તો વ્યક્તિને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળે છે. તેમજ શુભ કાર્યોમાં સફળતા મળે છે. ત્યારે વૈદિક પંચાંગ મુજબ 16 ડિસેમ્બરે સવારે 1:52 કલાકે ગ્રહોનો રાજકુમાર બુધ વૃશ્ચિક રાશિમાં માર્ગી થશે. હવે પછી બુધ 4 જાન્યુઆરીએ ધન રાશિમાં ગોચર કરશે. આ પહેલા તે જ્યેષ્ઠ અને મૂળ નક્ષત્રમાં ગોચર કરશે. બુધ માર્ગી થવાના કારણે કેટલીક રાશિઓ પર તેની સકારાત્મક અસર થવાની છે, જેના કારણે તેમને વિશેષ લાભ મળી શકે છે. તો જાણો આ ભાગ્યશાળી રાશિ કઈ છે.
મિથુન રાશિ
મિથુન રાશિના જાતકોને પણ બુધ માર્ગી થવાથી લાભ થશે. વેપારમાં તમને દેવાથી રાહત મળી શકે છે. જો કોઈ પ્રોજેક્ટ વિશે વાતચીત ચાલી રહી છે, તો તે સફળ થશે. તમને નવું કામ મળી શકે છે. વેપારમાં પણ વધારો થશે. કોર્ટના કોઈ પણ કેસમાં નિર્ણય તરફેણમાં આવશે. પેટ સંબંધિત સમસ્યાઓથી તમને રાહત મળશે. તમને માનસિક શાંતિ મળશે. ઘરમાં ખુશીનું વાતાવરણ રહેશે. ભગવાન ગણેશની પૂજા કરવાથી આવક અને સૌભાગ્ય વધે છે.
કુંભ રાશિ
કુંભ રાશિના જાતકોને બુધ માર્ગી હોવાને કારણે લાભ થશે. આ રાશિના જાતકો માટે બુધ વેપારના ઘરમાં છે. તેથી કુંભ રાશિના જાતકોને વ્યવસાયમાં ઈચ્છિત સફળતા મળશે. વેપારમાં વધારો થઈ શકે છે. બધી ખરાબ વસ્તુઓ દૂર થઈ જશે. રોકાણથી લાભ થઈ શકે છે. જો કે નવા કામની શરૂઆત ન કરવી. મકરસંક્રાંતિ સુધી નવા કામ પર રોક લાગી શકે છે. તમને તમારી કારકિર્દીમાં લાભ મળશે. બુધની કૃપાથી તમે યોગ્ય નિર્ણય લેવામાં સફળ થશો. ભગવાન શિવની પૂજા કરો. ગંગા જળમાં દુર્વા ભેળવીને ભગવાન શિવનો અભિષેક કરો. વેપારમાં ચોક્કસ ફાયદો થશે.
(નોંધ: ઉપરોક્ત માહિતી સામાન્ય માન્યતાઓ અને જાણકારીઓ પર આધારિત છે, ગુજ્જુરોક્સ આની પુષ્ટિ કરતું નથી.)