વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર જ્યારે પણ કોઈ ગ્રહ એક રાશિમાંથી બીજી રાશિમાં પ્રવેશ કરે છે ત્યારે તેની અસર માનવ જીવન અને દેશ-દુનિયા પર જોવા મળે છે. તમને જણાવી દઈએ કે ગ્રહોનો રાજકુમાર ગ્રહ બુધ 26 નવેમ્બર તુલા રાશિમાં ગોચર કરી રહ્યો છે. જેની અસર તમામ રાશિઓ, વેપાર અને અર્થવ્યવસ્થા પર જોવા મળશે. આ ઉપરાંત 3 રાશિઓ છે, જે આ સમયગાળા દરમિયાન વ્યવસાય અને કારકિર્દીમાં સારી સફળતા મેળવી શકે છે. આવો જાણીએ આ કઈ કઈ રાશિઓ છે.
1. કન્યાઃ
આ રાશિથી બીજા ભાવમાં બુધ ગ્રહનું સંક્રમણ થવાનું છે. આ સમય દરમિયાન તમને અચાનક પૈસા મળી શકે છે. ઉપરાંત, આ સમયગાળા દરમિયાન તમારું પારિવારિક જીવન સારું રહેશે. સાથે જ તમારા માતા સાથેના સંબંધો સુધરશે. ઉપરાંત, આ સંક્રમણ જે લોકો ધંધો કઈ રહ્યો છે, ખાસ કરીને જે લોકો ફેમિલી બિઝનેસ કરે છે તેમના માટે ફાયદાકારક સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તેમના અટવાયેલા પૈસા મળી શકે છે. આ સમયમાં તમને સામાજિક સ્તરે પ્રતિષ્ઠા મળી શકે છે. બીજી તરફ, જે લોકોનું કરિયર ભાષણ અને માર્કેટિંગના ક્ષેત્ર સાથે જોડાયેલું છે, તે લોકો માટે આ સમય સારો સાબિત થઈ શકે છે.
2. કુંભ:
બુધ ગ્રહ તુલા રાશિમાં ગોચર થતા જ તમારા લોકો માટે સારા દિવસોની શરૂઆત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારો આત્મવિશ્વાસ વધી શકે છે, જેના કારણે તમે કારકિર્દીના ક્ષેત્રમાં નવી ઊંચાઈઓને સ્પર્શી શકો છો. જેઓ કોમ્પિટિશન એક્ઝામમાં જે લોકો તૈયારી કરી રહ્યા છે તેમને મોટી સફળતા મળી શકે છે. આ ઉપરાંત બુધ ગ્રહનું સંક્રમણ તમારી રાશિથી દસમા ભાવમાં રહેશે. જેના કારણે બેરોજગાર લોકોને નોકરીની ઓફર મળી શકે છે. તેમજ આ સમયગાળા દરમિયાન કાર્યસ્થળ પર તમારું વર્ચસ્વ વધી શકે છે. મતલબ તમને કોઈ નવી જવાબદારી મળી શકે છે.
3. ધન:
બુધ ગ્રહનું સંક્રમણ ફાઇનાન્શીયલી ફાયદો સાબિત થઈ શકે છે. આ સમય દરમિયાન તમારી આવક વધી શકે છે. વેપારમાં નવી ડીલ ફાઈનલ થઈ શકે છે. શેરબજાર, સટ્ટા અને લોટરીમાં રોકાણ નફાકારક બની શકે છે. પ્રેમ સંબંધોમાં, તમારા લવ પાર્ટનર સાથે તમારી નિકટતા વધી શકે છે.