ખબર

ચૈત્રી નવરાત્રીના પહેલા જ દિવસે આ વસ્તુ ખાવાના કારણે બગડી 400 લોકોની તબિયત, જાણો વિગત

ચાતરી નવરાત્રીની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ સમયમાં લોકો વ્રત અને પૂજા કરે છે. નવ દિવસના ઉપવાસમાં લોકો ફરાળી લેતા હોય છે ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો છે જ્યાં નવરાત્રીના પહેલા જ દિવસે ફરાળી કટ્ટુનો લોટ ખાધા બાદ 400 લોકો બીમાર પડી ગયા.

આ ઘટના બની છે દિલ્હીના કલ્યાણપુરીમાં. મોડી રાત્રે અહીંયા બધાને પેટમાં દુઃખાવો અને ઉલ્ટીની ફરિયાદ બાદ બધાને લાલ બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા. હોસ્પિટલના ડોકટરોનું કહેવું છે કે રાત્રે 11 વાગ્યા બાદ દર્દીઓ આવવાના શરૂ થયા હતા. સારી વાત એ રહી કે આ ઘટનામાં કોઈનો જીવ ના ગયો. બધા ને સમય પહેલા જ ડોક્ટરોની ટીમે ખતરાથી બહાર કાઢી દીધા.

રાત્રે લગભગ 11 વાગ્યાની આસપાસ દિલ્હીના કલ્યાણપુરી અને ત્રિલોકપુરીમાં રહેવાવાળા લોકોની તબિયત અચાનકથી બગડવા લાગી. લોકોને ગભરામણ થવા લાગી અને ઉલ્ટી પણ થવા લાગી અને બેભાન પણ થવા લાગ્યા. ઉતાવળમાં જ તેમને લાલા બહાદુર શાસ્ત્રી હોસ્પિટલમાં તેમને લઇ જવામાં આવ્યા, જ્યાં તેમની સારવાર કરવામાં આવી.

જયારે ડોક્ટરોએ આ લોકોને પૂછ્યું કે તમે શું ખાધું હતું ત્યારે ખબર પડી કે તેમને કુટ્ટુનો લોટ ખાધો હતો. જેના બાદ જ તેમની તબિયત ખરાબ થઇ ગઈ અને ગભરામણ થવા લાગી. ડોકટરો દ્વારા તેને ફૂડ પોઇઝનિંગનો કેસ જણાવવામાં આવ્યો છે.

ડોકટરોનું માનીએ તો ભેળસેળ વાળો લોટ ખાવાના કારણે મોટા પ્રમાણમાં લોકોને ઉલ્ટી, ઝાડા શરૂ થઇ ગયા હતા અને પેટમાં ભયંકર દુખાવો થતો હતો. જેના બાદ તેમને તરત હોસ્પિટલ લઇ જવામાં આવ્યા હતા. બીમાર થયેલા લોકોમાંથી કોઈની પણ હાલત ગંભીર નથી.જો કે આ મામલામાં દિલ્હી પોલીસને હજુ સુધી કોઈ ફરિયાદ નથી મળી. પોલીસનું કહેવું છે કે મામલો સામે આવ્યા બાદ તપાસ કરવામાં આવશે. આખરે તેમને આ કુટ્ટુનું લોટ ક્યાંથી લીધો હતો અને તેનો મલિક કોણ છે. હાલમાં બધા જ દર્દીઓ ખતરાની બહાર છે.