હેલ્થ

વજન ઓછું કરવા માટે ખુબ જ ફાયદાકારક છે આ એક જ લોટ, જાણો તેના બીજા પણ ફાયદાઓ

વજન ઓછું કરવામાં મદદ કરી શકે છે આ પ્રકારનો લોટ, જાણો તેના ફાયદા

આજના સમયમાં વધજન વધવાની સમસ્યા મોટાભાગના લોકોને સતાવતી હોય છે, ત્યારે ઘણા લોકો વજન ઓછું કરવા માટેના અલગ અલગ પ્રયોગો પણ કરતા હોય છે, જેમાંથી ઘણા ઉપાયો કારગર નથી નિવળતા, પરંતુ આજે અમે તમને એક એવો ઉપાય જણાવીશું જેના દ્વારા તમે કસરત કે બીજી કોઈ એક્ટિવિટી કર્યા વગર જ તમારા વજનને ઓછું કરી શકશો.

Image source

આ ઉપાય કોઈ દવા કે કોઈ પીણું નથી પરંતુ એક લોટ છે. જેને કુટીના દારાનો લોટ અથવા કુટ્ટુનો લોટ (Buckwheat Flour) કહેવામાં આવે છે. ઉપવાસની અંદર આ લોટની પુરી અને પકોડી પણ બનાવવામાં આવતી હોય છે. આ લોટ આપણા સ્વાસ્થ્ય માટે પણ ખુબ જ ફાયદાકારક છે. તેની અંદરપ્રોટીન અને ફાયબર ભરપૂર માત્રામાં મળી આવે છે. ચાલો જોઈએ તેના ફાયદાઓ…

Image source

1. હાડકા રાખે છે મજબૂત:
કુટીના દારામાં કેલ્શિયમ, પ્રોટીન, મેગ્નેશિયમ, ફોસ્ફરસ અને પોટેશિયમનો સારો સ્ત્રોત હોય છે. કેલ્શિયમ એક જરૂરી પોષકતત્વ છે જે હાડકા અને દાંતને મજબૂત બનાવે છે. હાડકાના સ્વસ્થ્ય વિકાસ માટે આ બાધા જ પોષક તત્વો ખુબ જરૂરી છે.

Image source

2. બ્લડ પ્રેશર રાખે છે નિયંત્રણમાં:
કુટીના દારાને મેગ્નેશિયમનો સારો સ્ત્રોત માનવામાં આવે છે. જે રક્ત વાહિનીઓને આરામ પહોચાવીને બ્લડ પ્રેશરમાં સુધારો કરવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવે છે. આ હાનિકારક રસાયણોના ઉપયોગ વગર સ્વાભાવિક રૂપથી બ્લડ પ્રેશર ઓછું કરે છે.

Image source

3. પથરી રોકવામાં મદદગાર:
કુટીના દારામાં મળી આવનારી પ્રોટીનની માત્રા પિત્તની અંદર રહેલી પથરીના ગઠન અને કોલસ્ટ્રોલને ઓછું કરે છે. કુટીના દારાના લોટના પ્રયોગથી શરીરની અંદર બાઈલ એસિડનું નિર્માણ થાય છે. જેના કારણે પિત્તની પથરીથી છુટકારો મળી શકે છે.

Image source

4. ડાયાબિટીસમાં ફાયદાકારક:
વૈજ્ઞાનિક શોધ અનુસાર, આહારની અંદર ફાયબર તમારા રક્ત શર્કરાના સ્તરને બહુ જ ઝડપથી વધતું અટકાવે છે. તેની સાથે જ કુટીના દારાના લોટમાં એન્ટીડાયબિટિક ગુણ મળી આવે છે. જે ટાઈપ 2 ડાયાબિટીસને નિયંત્રણમાં સહાયતા કરવામાં મદદ કરે છે.

Image source

5. વજન ઓછું કરવામાં મદદગાર:
કુટીના દારામાં ફાયબર સારા પ્રમાણમાં હોય છે. જેનાથી પેટને ભરવામાં મદદ મળે છે, તેનાથી ભૂખ પણ ઓછી લાગે છે અને શરીરને પર્યાપ્ત ઉર્જા પણ મળે છે. આ ઉપરાંત કૈલોરીની સંખ્યાને પણ ઓછી કરી શકે છે જેનાથી વજન ઓછું કરી શકાય છે.

Disclaimer: gujjurocks.in does not guarantee any specific results as a result of the procedures mentioned here and the results may vary from person to person. The topics in these pages including text, graphics, videos and other material contained on this website are for informational purposes only and not to be substituted for professional medical advice.