બોલિવૂડમાં સરોગસી દ્વારા ઘણાં સ્ટાર્સ માતા-પિતા બની રહ્યા છે. બોલિવુડમાં સરોગસીનો ટ્રેન્ડ ચાલી રહ્યો છે એમ કહેવુ પણ ખોટુ નથી. શાહરૂખ ખાન, આમિર ખાન, સની લિયોન, એકતા કપૂર, કરણ જોહર, તુષાર કપૂર પણ સરોગસી દ્વારા માતા-પિતા બન્યા છે.
શિલ્પા શેટ્ટી કુંદ્રા

શિલ્પા શેટ્ટી કુંદ્રા તાજેતરમાં સરોગસી દ્વારા માતા બની છે. શિલ્પાએ પુત્રીની તસવીર શેર કરી માહિતી આપી છે કે તે માતા બની છે. શિલ્પાએ પોતાની પુત્રીનું નામ સમિશા શેટ્ટી કુંદ્રા રાખ્યું છે. સમિશાનો જન્મ 15 ફેબ્રુઆરી 2020 માં થયો છે. હાલ તે 6 દિવસની છે.
એકતા કપૂર

જીતેન્દ્રની દીકરી એકતાએ પણ સેરોગેસી દ્વારા પુત્ર આવ્યો છે. એકતાના પુત્રના આગમનથી તેમનો પરિવાર ખુબ જ ખુશ થઈ ગયો છે.
તુષાર કપૂર

એકતાના ભાઇ તુષાર કપૂર પણ સરોગસી દ્વારા પિતા બન્યો છે. તુષાર 3 વર્ષ પહેલા પુત્ર લક્ષ્ય કપૂરનો પિતા બન્યો હતો.
કરણ જોહર

બોલિવુડના પ્રખ્યાત નિર્માતા-દિગ્દર્શક કરણ જોહર પણ સરોગસી દ્વારા બે બાળકોનો પિતા બન્યો હતો. કરણ જોહર બાળકોનું નામ તેમના માતાપિતા, યશ અને હિરુ જોહરના નામ પરથી રાખવામાં આવ્યું છે. કરણે પુત્રનું નામ યશ અને પુત્રીનું નામ રૂહી રાખ્યું છે.
શાહરુખ ખાન

બોલિવૂડનો કિંગ ખાન તરીકે ઓળખાતા શાહરૂખ ખાન લગભગ પાંચ વર્ષ પહેલા સરોગસી દ્વારા પિતા બન્યો હતો. તેણે પોતાના પુત્રનું નામ અબરામ ખાન રાખ્યું.
આમિર ખાન

બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાન અને તેની પત્ની કિરણ રાવે પણ તેમના બાળકને આ દુનિયામાં લાવવા સરોગસીનો આશરો લીધો હતો. તેણે પોતાના બાળકનું નામ આઝાદ રાવ ખાન રાખ્યું છે.
સોહિલ ખાન

સલમાન ખાનના ઘરે પણ સેરોગસી દ્વારા બાળક આવેલું છે. સલમાનનો નાનો ભાઈ સોહેલ ખાન અને તેની પત્ની સીમાએ પણ તેમના બીજા બાળક માટે સરોગસીનો આશરો લીધો હતો. તેનો પુત્ર યોહાનનો જન્મ સરોગસીની મદદથી 2011માં થયો હતો.
સની લિયોન

સની લિયોન પણ ત્રણ બાળકોની માતા છે. તેણે પુત્રી નિશાને દત્તક લીધી છે જ્યારે તેના પુત્રો આશારસિંહ વેબર અને નોઆ સિંહ વેબરનો જન્મ સરોગસી દ્વારા થયો છે. તેમના બંને પુત્રો બે વર્ષના છે.
Author: GujjuRocks Teamઆવી જ રીતે રોજિંદા જીવનમાં ઉપયોગી હોય એવી લાગણીસભર વાર્તાઓ, સ્વાસ્થ્યવર્ધક માહિતી, બોલીવુડની ખબરો, ધાર્મિક વાતો, રેસિપી તથા અન્ય રસપ્રદ માહિતીઓ મેળવવા માટે ગુજરાતીઓનું લોકલાડીલું પેજ GujjuRocks લાઈક કરી જોડાઓ.