B.Techના વિદ્યાર્થીની મળી લાશ : પિતાને મેસેજ આવ્યો હતો- ‘ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સિર તન સે જુદા…’

રેલવે ટ્રેક પર મળી એન્જીન્યર વિદ્યાર્થીની લાશ, પિતાને આવ્યો હતો મેસેજ- ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા…પપ્પાને એમ કે શેરબજારને લીધે….પણ

ગુજરાત સહિત સમગ્ર દેશભરમાંથી અવાર નવાર આત્મહત્યા અને હત્યાની ઘટનાઓ સામે આવતી રહે છે. તો ઘણીવાર શંકાસ્પદ હાલતમાં કોઇની લાશ પણ મળી આવતી હોય છે. હાલમાં એક એવી ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં રવિવારના રોજ રાત્રે ભોપાલ-નર્મદાપુરમ રેલ્વે ટ્રેક પરથી બીટેકના વિદ્યાર્થીની લાશ મળી આવી હતી. તેનુ વ્હીકલ અને મોબાઈલ પણ પોલીસને મીડઘાટ બરખેડા નજીકથી મળી આવ્યા છે. તે જ રાત્રે, તેના પિતા અને મિત્રોના વોટ્સએપ પર વિદ્યાર્થીના ઇન્સ્ટાગ્રામ આઈડી પરથી સ્ક્રીનશોટ આવ્યો. તેના પર વિદ્યાર્થીનો ફોટો છે. આ ફોટા પર લખ્યું છે- ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સિર તન સે જુદા…

આ અંગે અનેક અટકળો ચાલી રહી છે. ટીટી નગર ટીઆઈએ જણાવ્યું કે, મૂળ સિઓની માલવાના રહેવાસી નિશંક રાઠોડ ભોપાલની ઓરિએન્ટલ કોલેજમાં બીટેક 5મા સેમેસ્ટરનો વિદ્યાર્થી હતો. પ્રાથમિક તપાસમાં આ આત્મહત્યાનો મામલો લાગી રહ્યો છે. વિદ્યાર્થી વિશે માહિતી મેળવી કે તે શેરબજારમાં રોકાણ કરતો હતો. એવી આશંકા છે કે તેને નુકસાન થયું હશે અને તેને કારણે તે તણાવમાં આવી ગયો હશે. જોકે, પીએમ રિપોર્ટ સહિત અન્ય હકીકતો અંગેની માહિતી એકત્ર કર્યા બાદ જ તેના મોતનું કારણ બહાર આવશે. આજતકના અહેવાલ મુજબ નિશંક રાઠોડના પિતા એ વાતને નકારી રહ્યા છે કે તેમના પુત્રએ આત્મહત્યા કરી છે.

તેમનું કહેવું છે કે નિશંક પાસે આત્મહત્યા કરવાનું કોઈ કારણ નહોતું. સાથે જ પોલીસ પણ આ કેસની તપાસમાં લાગેલી છે. 24 જુલાઈ રવિવારની રાત્રે ભોપાલ-નર્મદાપુરમ રેલ્વે ટ્રેક પર શંકાસ્પદ સંજોગોમાં નિશંકનો મૃતદેહ મળી આવ્યો હતો. પ્રાથમિક તપાસ બાદ પોલીસે નિશંકના સંબંધીઓને આ અંગે જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે હોસ્પિટલ મોકલી આપ્યો. બીજી તરફ, સંબંધીઓ અને મિત્રોનું કહેવું છે કે રાત્રે નિશંકના ઈન્સ્ટાગ્રામ આઈડીનો સ્ક્રીનશોટ તેમના વોટ્સએપ પર આવ્યો હતો. સ્ક્રીનશોટ પર નિશંકના ફોટાની સાથે લખવામાં આવ્યું હતું કે, ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સિર તન સે જુદા…

નિશંક રાઠોડનો પરિવાર 24 જુલાઈની બપોરે 3 વાગ્યાથી તેના ગુમ થવાથી ચિંતિત હતો. પરિવારના સભ્યો નિશંકનો સંપર્ક કરવાનો પ્રયાસ કરતા રહ્યા. તેમણે કહ્યુ કે, નિશંકના ફોનની રિંગ વાગી રહી હતી, પરંતુ ફોન ડિસ્કનેક્ટ થઈ ગયો હતો. સાંજે નિશંકના પિતા ઉમાશંકર રાઠોડને એક વોટ્સએપ મેસેજ આવ્યો, જેમાં લખ્યું હતું કે રાઠોડ સાહેબ, તમારો પુત્ર ખૂબ બહાદુર છે. આ સિવાય લખ્યું હતું કે, ગુસ્તાખ-એ-નબી કી એક હી સજા, સિર તન સે જુદા…આ પછી પરિવાર ભોપાલ પહોંચ્યો અને નિશંકના ગુમ થવાનો રિપોર્ટ પણ નોંધાવ્યો.પોલીસ પણ નિશંકને શોધી રહી હતી.

આ દરમિયાન લગભગ 6:10 વાગ્યા આસપાસ પોલીસને બરખેડા રેલવે ટ્રેક પર એક યુવક ટ્રેનમાંથી કપાઈ ગયો હોવાની માહિતી મળી, જેની ઓળખ નિશંક તરીકે થઈ. પોલીસે પરિવારજનોને જાણ કરી અને મૃતદેહને પોસ્ટમોર્ટમ માટે ભોપાલ એઈમ્સમાં મોકલી આપ્યો.નિશંકના પિતાનું કહેવું છે કે તેમનો પુત્ર મોબાઈલથી તેમને આવી પોસ્ટ મોકલી શકે નહીં. તેમના કહેવા પ્રમાણે, નિશંક ઈન્સ્ટાગ્રામ પર પણ આવી પ્રવૃત્તિઓમાં સામેલ નહોતો. પિતાએ પુત્રની હત્યાનો આરોપ લગાવીને પોલીસ પાસે તપાસની માંગ કરી છે. આ સમગ્ર મામલે ભોપાલ એસીપીનું કહેવું છે કે મામલાની તપાસ ચાલી રહી છે.

તેમણે કહ્યું કે પોલીસ પોસ્ટમોર્ટમ રિપોર્ટની રાહ જોઈ રહી છે, જેનાથી જાણી શકાશે કે આ હત્યા છે કે આત્મહત્યા.નિશંકના પિતા હરદામાં સહકારી વિભાગમાં પોસ્ટેડ છે. ઘટનાની માહિતી મળતા તેઓ મોડી રાત્રે બરખેડા પોલીસ ચોકી પર પહોંચ્યા હતા. પુત્રનો મૃતદેહ જોયા બાદ તેમની તબિયત લથડી હતી. પોલીસે ભોપાલથી રાયસેન સુધીના સીસીટીવી ફૂટેજની તપાસ કરી. નિશંક એકલો સ્કૂટી પર જતો જોવા મળે છે. પોલીસે મંડીદીપ સુધીના ફૂટેજ તપાસ્યા, જેમાં તે એકલો જોવા મળ્યો હતો. ટીટી નગરના ટીઆઈએ જણાવ્યું કે રસ્તામાં તેણે 450 રૂપિયાનું પેટ્રોલ ભર્યું, ત્યારે પણ તે એકલો હતો.

નિશંકના પિતરાઈ ભાઈ શશાંકે જણાવ્યું કે તેણે રવિવારે બપોરે 12 વાગ્યે તેના મિત્ર રાજ સાથે ફોન પર વાત કરી હતી. તે પછી તેણે તેના પિતા સાથે વાત કરી. નિશંકના સંબંધીઓએ જણાવ્યું કે તેને ડ્રાઇવિંગનો ખૂબ જ શોખ હતો. આવી સ્થિતિમાં પિતાને ઘરમાં રાખેલી કાર મળી હતી. પોતાનો શોખ પૂરો કરવા માટે તે ભોપાલમાં દરરોજ 480 રૂપિયામાં ભાડે કાર લેતો હતો. તેના પિતાને આ વાતની જાણ ન હતી.

Shah Jina