ખબર

બટન દબાવતા દરવાજો તો ખુલ્યો પણ લિફ્ટ ના આવી, 11માં માળેથી પડી એન્જીન્યર વિદ્યાર્થીનું મોત

લિફ્ટમાં પગ મૂકતા જ 11માં માળેથી પડ્યો એન્જીનિયર વિદ્યાર્થી, બિલ્ડરની લાપરવાહીને કારણે તડપી તડપીને મર્યો – જુઓ વીડિયો

ગુજરાત સહિત સમગ્ર દેશમાંથી કેટલીકવાર એવા એવા અકસ્માતના કિસ્સાઓ સામે આવે છે કે સાંભળી આપણે પણ ચોંકી ઉઠીએ છીએ. ત્યારે હાલમાં એક એવો કિસ્સો સામે આવ્યો, જેમાં બિલ્ડરની બેદરકારીના કારણે લિફ્ટમાંથી પડી જતાં એક વિદ્યાર્થીનું મોત થયું હતું. મૃતક વિદ્યાર્થી ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાનો રહેવાસી હતો. તે જયપુરની મણિપાલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. ઘટના બાદ સોસાયટીના સભ્યોએ પોલીસને જાણ કરી હતી.

માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે મૃતક વિદ્યાર્થીના પરિજનોને અકસ્માતની જાણ કરવામાં આવી હતી. વિદ્યાર્થીના પરિવારજનોને ઘટનાની જાણ થતા તેઓ જયપુર જવા રવાના થયા હતા. મૃતક વિદ્યાર્થીનું નામ કુશાગ્ર મિશ્રા હતું. તે ઉત્તર પ્રદેશના વારાણસી જિલ્લાના રહેવાસી હતા. તે જયપુરની મણિપાલ યુનિવર્સિટીમાં કોમ્પ્યુટર સાયન્સમાં એન્જિનિયરિંગ કરી રહ્યો હતો. આ વર્ષ તેનું બીજું વર્ષ હતું. કુશાગ્ર જયપુરમાં અજમેર રોડ પર માઈ હવેલી એપાર્ટમેન્ટમાં ભાડેથી રહેતો હતો.

રવિવારે તેણે 11મા માળેથી નીચે ઉતરવા માટે લિફ્ટનું બટન દબાવ્યું હતું. લિફ્ટનો દરવાજો ખૂલ્યો, પરંતુ લિફ્ટ ન આવી, આ દરમિયાન કુશાગ્રે પગ મૂકતા જ તે 11મા માળેથી નીચે પડી ગયો. કુશાગ્ર મિશ્રાનું ઘટનાસ્થળે જ મોત થયું હતું. જોરદાર અવાજ સાંભળીને સોસાયટીના સભ્યો પણ આવી ગયા હતા. જે બાદ તેમણે તરત જ આ અંગે પોલીસને જાણ કરી હતી. માહિતી મળતાં પોલીસે મૃતદેહનો કબજો મેળવીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યો હતો. આ સાથે મૃતક વિદ્યાર્થીના પરિજનોને અકસ્માતની જાણ કરવામાં આવી હતી.

વિદ્યાર્થીના પરિવારજનો જયપુર જવા રવાના થયા હતા. લોકોએ જણાવ્યું કે, સોસાયટીમાં લગાવવામાં આવેલી લિફ્ટ દરરોજ ખરાબ થાય છે, પરંતુ બિલ્ડર ધ્યાન આપતા નથી. બિલ્ડરે લિફ્ટ ઠીક કરવાનું પણ યોગ્ય માન્યું ન હતું. તેમની બેદરકારીના કારણે આજે એક વિદ્યાર્થીનું મોત થયું હતું. આ ઘટનાથી રોષે ભરાયેલા સોસાયટીના સભ્યોએ જાતે જ બિલ્ડર વિરુદ્ધ પોલીસ સ્ટેશનમાં લેખિત ફરિયાદ કરી હતી. પોલીસનું કહેવું છે કે આ મામલે બિલ્ડરની પૂછપરછ કરવામાં આવશે. તપાસમાં બેદરકારી જણાશે

તો બિલ્ડર સામે કાર્યવાહી કરવામાં આવશે. જણાવવામાં આવી રહ્યું છે કે અંધારાના કારણે યુવક કંઈ જોઈ શક્યો ન હતો અને લિફ્ટની ચેમ્બરમાં ઘૂસી ગયો હતો, જેના કારણે તે સીધો ભોંયરામાં પટકાયો હતો. પડવાનો અવાજ સાંભળીને લોકો દોડી આવ્યા હતા અને ભોંયરામાં આવેલી લિફ્ટની ચેમ્બરનો દરવાજો તોડીને ઈજાગ્રસ્ત યુવકને લઈ ગયા હતા. બહાર નીકળીને તેને જયપુરની એસએમએસ હોસ્પિટલમાં લઈ ગયો જ્યાં તેનું મૃત્યુ થયું. જે બાદ સ્થાનિક લોકોએ એપાર્ટમેન્ટ મેનેજમેન્ટનો વિરોધ કર્યો હતો અને આરોપ લગાવ્યો હતો કે સમયસર લિફ્ટની જાળવણી ન કરવાને કારણે આ દુર્ઘટના બની હતી.