બુલેટની પાછળ પાણીપુરીની લારી બાંધીને રોડ પર ઉભી રહી વેચે છે આ છોકરી.. ખાવા માટે લાગે છે લાંબી લાંબી લાઈનો… જુઓ વીડિયો

MBA ચાય વાલા બાદ હવે માર્કેટમાં આવી B.tech પાણીપુરી વાળી, બુલેટ પાછળ લારી બાંધીને નીકળે છે વેચવા… જુઓ વીડિયો

આજના સમયમાં ઘણા બધા યુવાનો એવા છે જે પોતાનું સ્ટાર્ટઅપ શરૂ કરે છે અને લાખોની કમાણી પણ કરતા હોય છે. ઘણા એવા ઉદાહરણો આપણી સામે છે જેમને સારું ભણતર મેળવ્યા બાદ પણ નોકરીના બદલે ધંધો કરવાનું શરૂ કર્યું અને આજે તમેનું દેશ અને દુનિયામાં પણ મોટું નામ છે. તેમની સફળતાની કહાનીઓ પણ સોશિયલ મીડિયામાં વાયરલ થતી હોય છે.

ત્યારે હાલ એવી જ એક છોકરીની કહાની સામે આવી છે. જે બુલેટની પાછળ લારી બાંધીને પાણીપુરી વેચવા માટે જાય છે. MBA ચાયવાલા અને B.Tech ચાયવાલી જોયા બાદ ગ્રેજ્યુએટ સ્ટોલનું બજાર વધુ ગરમ થઈ રહ્યું છે. એક નવો દાવેદાર રેસમાં જોડાયો છે, અને એવું લાગે છે કે તે ટૂંક સમયમાં બજારમાં પગ જમાવી લેશે.

વાયરલ થઈ રહેલા એક વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક છોકરી રોયલ એનફિલ્ડ બુલેટ સાથે દિલ્હીના રસ્તાઓ પર ફરતી જોવા મળી રહી છે. તેણે તેની બુલેટ પાછળ એક લારી પણ બાંધી છે અને એક નાનો પાણીપુરીનો સ્ટોલ પણ લગાવ્યો છે. તેણે પોતાની દુકાનનું નામ BTech પાણીપુરી વાલી રાખ્યું છે અને આ જોઈને ઈન્ટરનેટ યુઝર્સ પણ આશ્ચર્યચકિત થઈ ગયા હતા.

તે તેના વ્યવસાય પ્રત્યે ખૂબ જ ગંભીર છે અને તેનો હેતુ સ્વચ્છ અને આરોગ્યપ્રદ સ્ટ્રીટ ફૂડને ફેન્સી હેન્ડકાર્ટ પર વેચવાનો છે. દિલ્હીના રસ્તા પર આવું ભાગ્યે જ જોવા મળે છે. આ વીડિયો હવે ઈન્સ્ટાગ્રામ પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. B.Tech પાણીપુરી વાલે તેનું નામ તાપસી જણાવ્યું હતું.

તે જણાવે છે કે તેની પાણીપુરી સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત લોકો માટે કેટલી તંદુરસ્ત છે. તેને તેની પુરીઓને તેલમાં ક્યારેય ડીપ-ફ્રાય કરતી નથી પરંતુ તેને તળવા માટે એર ફ્રાયરનો ઉપયોગ કરે છે અને તે લોટ વગરની પુરીઓ પણ વેચે છે. આ પછી, તેણી જે સ્વાદવાળી પાણીનો ઉપયોગ કરે છે તેના વિશે સમજાવે છે. તાપસીએ જણાવ્યું કે તેણે પાણીમાં સ્વાદિષ્ટ મસાલા ઉમેર્યા છે, જે સામાન્ય રીતે દુકાનોમાં વેચાતા પાવડરને બદલે હાથથી ક્રશ કરીને બનાવવામાં આવે છે.

 

View this post on Instagram

 

A post shared by Are you hungry (@are_you_hungry007)

તેણ અન્ય વિક્રેતાઓ દ્વારા ઉપયોગમાં લેવાતા કાર્ડબોર્ડને બદલે ઇકો-ફ્રેન્ડલી મેટલ-બાઉલમાં તેની પાણીપુરી વેચે છે. વીડિયોમાં તાપસીએ એ પણ ખુલાસો કર્યો કે દરેક જણ તેના બિઝનેસને સપોર્ટ નથી કરી રહ્યું. તેણે કહ્યું, “ઘણા લોકો મને કહે છે કે હું બીટેક ગ્રેજ્યુએટ છું અને મારે શેરીમાં પાણીપુરી ન વેચવી જોઈએ કારણ કે હું એક મહિલા છું. મારે ઘરે જઈને કામ કરવું જોઈએ, પરંતુ મેં ક્યારેય કોઈની તરફ ધ્યાન આપ્યું નથી.”

Niraj Patel