રાજસ્થાનની કાળઝાળ ગરમીમાં દેશની સેવા કરતા BSFના જવાને રેતીમાં શેક્યો પાપડ, વીડિયો જોઈને લોકો પણ થયા ભાવુક.. જુઓ

આપણે ACમાંથી બહાર નથી નીકળતા અને દેશની રક્ષા કરતા સૈનિકો 47 ડિગ્રીમાં પણ ફરજ બજાવે છે, BSFના જવાને ગરમી બતાવવા શેર કર્યો રેતીમાં પાપડ શેકતો વીડિયો, જુઓ

Bsf Jawan Roast Papad In Sand  :દેશભરમાં હાલ કાળઝાળ ગરમીનો કહેર યથાવત છે. આ દિવસોમાં મોટાભાગના રાજ્યોમાં તીવ્ર ગરમી અને હીટ વેવ છે.  ગુજરાતના ઘણા શહેરોમાં પણ પારો 45 ડિગ્રીની ઉપર પહોંચી ગયો છે. આવી સ્થિતિમાં, ગરમીનો કહેર દર્શાવતો એક વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર લોકોનું ધ્યાન ખેંચી રહ્યો છે, જેમાં એક BSF જવાન રાજસ્થાનના બિકાનેરના રણમાં પાપડ દ્વારા લોકોને ગરમીનો કહેર બતાવતો જોવા મળી રહ્યો છે.

માત્ર 48 સેકન્ડના આ વીડિયોમાં સૈનિકે ઉનાળાની વેદના બતાવવા માટે પાપડનો સહારો લીધો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે કેવી રીતે જવાન પહેલા રેતીની અંદર પાપડ છુપાવે છે અને પછી લગભગ સાત મિનિટ પછી રેતીમાંથી પાપડ બહાર કાઢતા જ તે આશ્ચર્યચકિત થઈ જાય છે. વીડિયોમાં જોઈ શકાય છે કે રેતીની અંદર સાત મિનિટ સુધી દાટેલા પાપડ લગભગ સિત્તેર ટકા સુધી શેકાઈ ગયો હતો. પાપડ અમુક જગ્યાએ કાચો હતો.

રાજસ્થાનના મોટાભાગના વિસ્તારોમાં તાપમાનનો પારો 40ને પાર કરી ગયો છે. આવી સ્થિતિમાં બિકાનેરનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. આસામના મુખ્યમંત્રી હિમંતા બિશ્વા શર્માએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર પોતાના એકાઉન્ટ પરથી આ વીડિયો શેર કર્યો છે. વીડિયો પોસ્ટ કરતી વખતે કેપ્શનમાં લખ્યું છે કે, ‘રાજસ્થાનના રણનો આ વીડિયો જોઈને મારા મનમાં આપણા સૈનિકો પ્રત્યે અપાર સન્માન અને કૃતજ્ઞતાની લાગણી જન્મી છે, જેઓ આવા અસાધારણ સંજોગોમાં પણ આપણને સુરક્ષિત રાખે છે.’

આ વાયરલ વીડિયો જોયા બાદ લોકોએ રણની ગરમી વિશે કમેન્ટ કરી હતી. આ વીડિયો જોયા બાદ કેટલાક લોકોએ BSF જવાનોની દેશ પ્રત્યેની જવાબદારીના વખાણ કર્યા. જ્યારે એક યુઝરે લખ્યું, ‘પૂર્વજો રણની રેતીમાં વાસણ શેકતા હતા. આ કિસ્સામાં તે માત્ર પાપડ છે. ઉનાળાની સ્થિતિ એવી છે કે તડકામાં જતાં જ ત્વચા બળવા લાગે છે. જાણે કોઈએ તેને ગરમ ભઠ્ઠીમાં નાખી દીધો હોય.

Niraj Patel